BCCIના અધ્યક્ષ ચુંટાતા જ સૌરવ ગાંગુલીએ કેપ્ટન કોહલીને આપ્યું આ ફરમાન

16 October, 2019 04:57 PM IST  |  કોલકાતા

BCCIના અધ્યક્ષ ચુંટાતા જ સૌરવ ગાંગુલીએ કેપ્ટન કોહલીને આપ્યું આ ફરમાન

વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી જલ્દી જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈના બૉસની ખુરશી સંભાળવા જઈ રહ્યા છે. 10 મહિના માટે બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે ચુંટાતા જ સૌરવ ગાંગુલીએ પોતાના ઈરાદાઓ જાહેર કરી દીધા છે તે તેઓ BCCIને ક્યાં લઈ જવાનો ઈરાદો રાખે છે. આ કડીમાં સૌરવ ગાંગુલીને પણ ફરમાન સંભળાવી દીધું છે કે મોટી ટૂર્નામેન્ટ પર ધ્યાન દે.

કોલકાતાના દમદમ એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા સૌરવ ગાંગુલીએ કે, આ એક મોટી જવાબદારી છે. આશા છે કે તેઓ સારું કામ કરી શકશે. તેમની પ્રાથમિકતા પ્રથમ શ્રેણીનું ક્રિકેટ જ રહેશે. જે ખૂબ જ મહત્વનું છે, કારણ કે તે ભારતીય ક્રિકેટનો આધાર છે. તેઓ માત્ર ટોચના સ્તર પર ધ્યાન દે છે. ટીમ ઈન્ડિયાના દેખાવ પર દાદાએ કહ્યું કે ભારતીય ટીમ સારું કરી રહી છે.

પ્રિન્સ ઑફ કોલકાતા સૌરવ ગાંગુલીએ કહ્યું કે, મોટા ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા સારું પ્રદર્શન કરી રહ્યું છે, પરંતુ સેમીફાઈનલ અને ફાઈનલમાં એ રીતનું પ્રદર્શન કરવામાં ટીમ નિષ્ફળ રહી છે. એ માટે ખાસ યોજના તૈયાર કરવી પડશે. જે બાદ બંગાળ ક્રિકેટ સંઘની ઑફિસમાં ગાંગુલીએ કહ્યું કે અનેક વાર જિંદગીમાં ઓછું જ વધારે હોય છે એટલું જ આપણે સતર્ક રહેવું પડશે.


આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયામાંથી બહાર હાર્દિક પંડ્યા થયા ભાવુક, શૅર કર્યો ઈમોશનલ મેસેજ

ગાંગુલીએ કહ્યું કે જ્યારે પહેલી વાર ચેમ્પિયન્સ ટ્રૉફીનું આયોજન થયું હતું તો હું 1998માં તેમાં રમ્યો હતો. મે બે વાર ચેમ્પિયન્સ ટ્રૉફીમાં ભારતીય ટીમની આગેવાની કરી અને ટીમ ફાઈનલ સુધી પહોંચી જેમાંથી એકવાર અમે સંયુક્ત વિજેતા રહ્યા. પરંતુ ટી-20 એક એવું ફોર્મેટ છે જેણે લોકોને આકર્ષિત કર્યા છે. તેમણે કોહલીની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ ભારતની શાન છે. તેઓ કોઈ દબાણ વગર કામ કરશે. આવતા વર્ષે ટી-20 વર્લ્ડ કપ છે અને હું કોહલીને ખુલીને રમવાનું કહીશ.

sourav ganguly virat kohli board of control for cricket in india