ટીમનું સિલેક્શન બીસીસીઆઇના સચિવ નહીં, સિલેક્શન કમિટીના અધ્યક્ષ કરશે

19 July, 2019 12:05 PM IST  |  નવી દિલ્હી

ટીમનું સિલેક્શન બીસીસીઆઇના સચિવ નહીં, સિલેક્શન કમિટીના અધ્યક્ષ કરશે

બીસીસીઆઇ

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરેલી જસ્ટિસ લોઢા સમિતિએ કરેલા સુધારા મુજબ ટીમના સિલેક્શન માટે હવે સિલેક્શન કમિટીએ સેક્રેટરી અથવા સીઈઓની પરવાનગી નહીં લેવી પડે. કમિટી ઑફ ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા એ સાફ કહી દેવામાં આવ્યું છે કે હવેથી સિલેક્શન અંગેની એક પણ મીટિંગમાં બોર્ડના જનરલ સેક્રેટરીના સ્થાને સિલેક્શન કમિટીના ચૅરમૅન કન્વીનરનું સ્થાન લેશે. ક્રિકેટ કમિટીની મીટિંગ બોર્ડના કોઈ મેમ્બર કે સીઈઓ અટેન્ડ નહીં કરી શકે. વિદેશ ટૂરમાં મીટિંગમાં કન્વીનરનું સ્થાન ઍડ્મિનિસ્ટ્રેટિવ મૅનેજર લેશે. આનો સાફ મતલબ એ થાય છે કે સેક્રેટરી સિલેક્શન કમિટીની મીટિંગમાં ક્યારેય ભાગ નહીં લઈ શકે.

સીઓએની પિક ઍન્ડ ચુઝ પૉલિસીની ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ કાઢી ઝાટકણી

સુપ્રીમ કોર્ટ દ્વારા અપૉઇન્ટ કરેલી કમિટી ઑફ ઍડ્મિનિસ્ટ્રેશનના માર્ગદર્શનની ભારતીય ક્રિકેટ બોર્ડે ઠેકડી ઉડાવી છે. કમિટી ઑફ ઍડ્મિનિસ્ટ્રેશનના નિર્દેશ મુજબ ક્રિકેટ કમિટીની મીટિંગ બોર્ડના કોઈ મેમ્બર કે સીઈઓ (ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર) અટેન્ડ નહીં કરી શકે. આનો સાફ મતલબ એ થાય છે કે સેક્રેટરી સિલેક્શન કમિટીની મીટિંગમાં ક્યારેય ભાગ નહીં લઈ શકે. ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ આ નિર્ણયની આકરી ઝાટકણી કાઢી હતી. બોર્ડના એક સિનિયર અધિકારીએ સવાલ કર્યા હતા કે ‘સુપ્રીમ કોર્ટ દ્વારા નવા સંવિધાનને મંજૂરી આપવામાં આવી હતી અને એથી એને ફૉલો કરવા જોઈએ. જોકે લગભગ એક વર્ષ બાદ કેમ આ સંવિધાનનો વિચાર આવ્યો? એવું શું થયું કે તેઓ છેક હવે જાગ્યા, શું તેમને ખબર નથી કે બોર્ડમાં શું ચાલી રહ્યું છે? એક વાત ક્લિયર છે કે બોર્ડના અધિકારીઓને હવે નવા સંવિધાન પ્રમાણે પણ કામ કરવા દેવામાં નથી આવતા. આ પિક ઍન્ડ ચુઝ પૉલિસી છે.’

આ પણ વાંચો : ઇંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કોચ ટ્રેવર બેલીસ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાયો

સુપ્રીમ કોર્ટ અને બીસીસીઆઈના નવા સંવિધાન પ્રમાણે સીઓએ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો:

૧. વિદેશ ટૂર સિવાય, સિલેક્શન કમિટીના ચૅરમૅન મેન્સ, વિમેન્સ અને જુનિયર સિલેક્શન કમિટીની મીટિંગમાં કન્વીનર હશે. વિદેશ ટૂરમાં ઍડ્મિનિસ્ટ્રેટિવ મૅનેજર સિલેક્શન કમિટીની મીટિંગમાં કન્વીનર હશે. કોઈ પણ અધિકારી અથવા તો સીઈઓ કોઈ પણ ક્રિકેટ સમિતિની બેઠકમાં ભાગ નહીં લઈ શકે.
૨. ચૅરપર્સન અથવા ઍડ્મિનિસ્ટ્રેટિવ મૅનેજરે (વિદેશ ટૂરમાં) તમામ સિલેક્શન કમિટીની મીટિંગ પછી સચોટ રિપોર્ટ બનાવવાનો રહેશે. ટીમની પસંદગી અથવા તો એમાં બદલાવની જાહેરાત બાદ તેમણે એ રિપોર્ટ સાઇન કરીને સેક્રેટરીને આપવાનો રહેશે જેથી તેઓ મીટિંગના તમામ રેકૉર્ડ્સ મેન્ટેઇન કરી શકે.
૩. સિલેક્શન કમિટીને કોઈ ખેલાડીના સિલેક્શન, ચેન્જ, રિપ્લેસમેન્ટ બાબતે સેક્રેટરી અથવા સીઈઓનું અપ્રૂવલ લેવાની જરૂર નહીં રહે.
૪. સિલેક્ટરો માટે ટ્રાવેલ અને ટ્રાવેલને લગતી બીજી વ્યવસ્થા સીઈઓ કરશે. મૅચ જોવા સિલેક્ટરોનું પોસ્ટિંગ અને ક્રિકેટ મૅચ અટેન્ડ કરવા બાબતે ઈ-મેઇલ્સ સીઈઓને કરવાના રહેશે.

board of control for cricket in india cricket news sports news