ઇંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કોચ ટ્રેવર બેલીસ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાયો

Updated: Jul 18, 2019, 18:51 IST | London

ઇંગ્લેન્ડ આ ટાઇટલ જીતાડવામાં ટીમના કોચ ટ્રેવર બેલીસનો મહત્વનો રોલ રહ્યો છે. હવે આ કોચની માંગ વધી ગઇ છે. હવે કોચ ટ્રેવર બેલીસ આઇપીએલની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે હાથ મિલાવ્યા છે.

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ કોચ ટ્રેવર બેલીસ
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ કોચ ટ્રેવર બેલીસ

London : ઇતિહાસમાં પહેલીવાર ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું છે. આ ટાઇટલ જીતાડવામાં ટીમના કોચ ટ્રેવર બેલીસનો મહત્વનો રોલ રહ્યો છે. હવે આ કોચની માંગ વધી ગઇ છે. હવે કોચ ટ્રેવર બેલીસ આઇપીએલની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે હાથ મિલાવ્યા છે. 1 ઓગસ્ટથી શરૂ થતી એશિઝ સીરિઝ બાદ ઇંગ્લેન્ડના કોચ બેલીસનો કરાર પુરો થાય છે.


કોચ ટ્રેવર બેલીસ બીજીવાર આઇપીએલમાં કામ કરશે

ઉલ્લેખનીય છે કે બેલીસ બીજીવાર આઇપીએલમાં કોચ તરીકે કામ કરશે. આ પહેલા વર્ષ 2012 થી 2015 દરમિયાન તેણે કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ તરીકે કામ કર્યું હતું. તેના કોચિંગમાં કોલકાતા 2 વાર ટાઇટલ જીત્યું હતું. બેલીસ તેના હમવતન ટોમ મૂડીને રિપ્લેસ કરશે. મૂડી છેલ્લી 7 સીઝનથી સનરાઇઝર્સ હૈદરાબાદનો હેડ કોચ હતા. તેના કોચિંગમાં ટીમ 2016માં ચેમ્પિયન બની હતી. જ્યારે 2018માં રનરઅપ રહી હતી. આ વર્ષે તેઓ પ્લેઓફ સુધી પહોંચ્યા હતા, પરંતુ ચોથા સ્થાનથી આગળ વધી શક્યા ન હતા.

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

સનરાઇઝર્સ ટીમે કોચ ટોમ મુડીનો આભાર માન્યો અને બેલીસ સાથે કરાર કર્યો
સનરાઈઝર્સે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, બહુ ચર્ચા વિચારણા કર્યા પછી, અમે નિર્ણય લીધો છે કે અમે હેડ કોચિંગના રોલ સાથે નવી દિશામાં આગળ વધવા માગી છીએ. તે સાથે તેમણે મૂડીનો આભાર માન્યો હતો જેની કોચિંગમાં ટીમ છેલ્લી 7માંથી 5 સીઝનમાં પ્લેઓફ સુધી પહોંચ્યું હતું.


આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

બેલીસનો કોચિંગનો કાર્યકાળ

1) ઇંગ્લેન્ડ વનડે રેન્કિંગમાં પહેલા ક્રમે પહોંચ્યું અને તેની આગેવાની હેઠળ પહેલી વાર વર્લ્ડકપ જીત્યું.
2) કોલકાતા નાઈટ રાઈડર્સ 2 વાર આઇપીએલ જીત્યું.
3) 2015માં ઇંગ્લેન્ડે 3-2થી એશિઝ જીતી હતી અને 2016માં ટી-20 વર્લ્ડકપમાં રનરઅપ રહ્યું હતું.
4) સિડની સિક્સર્સ 2010-2011માં બિગ બેશ જીત્યું હતું.
5) શ્રીલંકાની ટીમ 2011ના વર્લ્ડકપમાં રનરઅપ રહી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK