પૂજારાના જન્મ દિવસે BCCIએ શૅર કરી તેની ખાસ ઈનિંગનો વીડિયો

25 January, 2019 02:33 PM IST  | 

પૂજારાના જન્મ દિવસે BCCIએ શૅર કરી તેની ખાસ ઈનિંગનો વીડિયો

ફાઈલ ફોટો

 

પૂજારાના 31મા જન્મ દિવસે BCCIએ તેની ક્રિકેટની યાદગાર પળોને શૅર કરતો વીડિયો જાહેર કર્યો છે. BCCIએ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં પૂજારા તરફથી ફટકારવામાં આવેલી ડબલ સેન્ચુરીનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં પૂજારા ઓસ્ટ્રેલિયા સામે 200 રન પૂરા કર્યા પછી ખાસ સેલિબ્રેશન કરતો જોવા મળે છે.

  

આજે પૂજારાનો 31મો જન્મ દિવસ છે અને ભારતીય ટીમમાં પૂજારા ખાસ સ્થાન ધરાવે છે. પૂજારાને ટેસ્ટ સ્પેશિયાલિટી તરીકે ઓળખવામાં આવે છે. પૂજારા અત્યાર સુધી 68 ટેસ્ટ રમી ચૂક્યો છે અને આ ટેસ્ટમાં રમેલી 114 ઈનિંગમાં 5426 રન બનાવ્યા છે. આ રનમાં 18 હાફ સેન્ચુરી અને 20 હાફ સેન્ચુરી ફટકારી છે આ સિવાય એક બેવડી સદી પણ તેના નામે છે. પૂજારાએ 2010માં બેંગ્લોર ખાતે ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કર્યું હતું. આ સિવાય પૂજારા 5 વન-ડે અને 58 T-20 મેચ પણ રમી ચૂક્યો છે.

 

આ પણ વાંચો: આજે છે ચેતેશ્વર પૂજારાનો બર્થ-ડે, જુઓ એની ખાસ તસવીરો

 

ભારતીય ટીમમાં ચેતેશ્વર પૂજારા એક માત્ર બેટ્સમેન છે જેના નામે એક જ ઈનિંગમાં 500થી વધુ બોલ રમવાનો રેકોર્ડ ધરાવે છે. પૂજારા ભારતીય ટેસ્ટ ટીમમાં આધારસ્તંભ બનીને ઉભો છે. પૂજારાએ ઘણીવાર એકલા હાથે ટીમને મુશ્કેલીઓમાંથી બહાર કાઢી છે. એટલે જ તેને 'જુનિયર વોલ' તરીકે ઓળખવામાં આવે છે.