IPL 2019: ભારતમાં જ રમાશે IPLની સીઝન-12

14 February, 2019 03:33 PM IST  | 

IPL 2019: ભારતમાં જ રમાશે IPLની સીઝન-12

ભારતમાં જ રમાશેે IPL-12

લોકસભા ચૂંટણીના કારણે IPLની 12મી સીઝનને ભારતનમાં ન રમાવાની શક્યતાઓ હવે દૂર થઈ છે. આ પહેલા IPL ભારતમાં રમાવાને લઈને ઘણી શંકાઓ હતી જો કે આ શંકાઓ દૂર કરતા BCCIએ પ્રેસ રિલીઝ કરી છે અને જાણકારી આપી છે કે IPLની 12મી સીઝન ભારતમાં જ રમાશે. લોકસભા ચૂંટણીના કારણે IPL પર કોઈ અસર પડશે નહી. IPLની 12મી સીઝન 23 માર્ચથી શરુ થશે .

BCCIએ નિવેદન આપતા કહ્યું છે કે, કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સાથે વાતચીત કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે IPLની સંપૂર્ણ 12મી સીઝન ભારતમાં જ રમાશે અને ચૂંટણી તારીખો આવ્યા પછી સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. લોકસભા ચૂંટણીઓની આશંકા વચ્ચે IPLની 12મી સીઝન દુબઈ કે સાઉથ આફ્રિકામાં કરાવવા પર વિચાર ચાલી રહ્યો હતો જો કે હવે સંપૂર્ણ IPL ભારતમાં જ રમાશે. BCCIના એલાનની સાથે હવે તમામ આશંકાઓ પર વિરામ લાગ્યો છે અને IPL ભારતના મેદાનો પર જ રમાશે.

સામાન્ય રીતે IPLનું આયોજન એપ્રિલના પહેલા અઠવાડિયામાં કરવામાં આવે છે. પરંતુ લોકસભા ચૂંટણીને જોતા માર્ચના અંતમાં IPLની શરૂઆત કરાશે. IPLના આયોજન કર્તાઓ અનુસાર લોકસભા ચૂંટણીના કારણે ઈંગ્લેન્ડ , દુબઈ કે સાઉથ આફ્રિકામાં IPLનું આયોજન કરવાના હતા. આ પહેલા પણ લોકસભા ચૂંટણી વખતે સાઉથ આફ્રિકા અને આધુ ધાબીમાં IPL રમાઈ ચૂકી છે. જો કે આ વર્ષે ચૂંટણી હોવા છતા IPL ભારતમાં જ રમાશે જે ક્રિકેટ ફેન્સ માટે ખુશીની વાત છે.

indian premier league Lok Sabha board of control for cricket in india international cricket council cricket news sports news