IND VS AUS: ઓસ્ટ્રેલિયાનો આ બોલર કરશે કોહલીને હેરાન: હેડન

19 February, 2019 05:18 PM IST  | 

IND VS AUS: ઓસ્ટ્રેલિયાનો આ બોલર કરશે કોહલીને હેરાન: હેડન

24 ફેબ્રુઆરીથી 2 T-20 અને 5 વન-ડે મેચની સિરીઝ રમાશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 24 ફેબ્રુઆરીથી 2 T-20 અને 5 વન-ડે મેચની સિરીઝ રમાશે. આ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયા ટીમના પૂર્વ દિગ્ગજ પ્લેયર મેથ્યુ હેડનનું કહેવું છે કે, આ સિરીઝમાં કેપ્ટન વિરાટ કોહલીને ઓસ્ટ્રેલિયા ટીમના યુવા બોલરો પરેશાન કરશે. સાથે જ રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બેહર્નડ્રાફ વચ્ચેની જંગ રોમાંચક રહેશે.

એક ઈવેન્ટમાં હાજરી દરમિયાન મેથ્યુ હેડને કહ્યું હતું કે, ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝમાં વિરાટ કોહલીને કેન રિચર્ડસન સામે રમવામાં પરેશાની આવી શકે છે. આ પહેલા રમાયેલી સિરીઝમાં કેન રિચર્ડસને વિરાટ કોહલીને 3 વાર આઉટ કરી ચૂક્યો છે. આ સિવાય ઝાય રિચર્ડસન પણ યુવા પ્લેયર છે જે વિરાટ કોહલી માટે રમવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે.

 

આ પણ વાંચો: IPL 2019: જાણો ક્યારે, ક્યાં, કોની-કોની વચ્ચે રમાશે મેચ, આ રહ્યું શેડ્યુલ

 

રોહિત-બેહર્નડ્રાફ વચ્ચેનો મુકાબલો રોચક

મેથ્યુ હેડને રોહિત શર્મા વિશે વાત કરતા કહ્યું હતું કે, જેસન બેહર્નડોર્ફ અને રોહિત શર્મા વચ્ચેનો મુકાબલો પણ રોમાંચક રહેશે. બેહર્નડોર્ફ એક પ્રભાવશાળી બોલર છે જે રોહિત શર્માને પરેશાન કરી શકશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 5 વન-ડે અને 2 T-20 મેચ રમશે.

team india australia virat kohli