ઍશિઝમાં ઑસ્ટ્રેલિયા બેસ્ટ ટીમ હતી : પૉન્ટિંગ

17 September, 2019 12:01 PM IST  |  લંડન

ઍશિઝમાં ઑસ્ટ્રેલિયા બેસ્ટ ટીમ હતી : પૉન્ટિંગ

રિકી પૉન્ટિંગ

ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ઍશિઝ સિરીઝ ૨-૨થી ડ્રૉ થયા બાદ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂ‍ર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે પોતાના દેશની ટીમને બેસ્ટ ટીમ ગણાવી છે. વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે હારી ગયા બાદ આ ટેસ્ટ મૅચના મુકાબલામાં જે પ્રમાણે કાંગારૂ પ્લેયરોએ યજમાન ટીમને લડત આપી છે એને ધ્યાનમાં રાખીને પૉન્ટિંગ તેમના પર ફિદા થયો છે. આ વિશે પૉન્ટિંગે કહ્યું હતું કે ‘ભલે ઑસ્ટ્રેલિયા ઇંગ્લૅન્ડને ઘરઆંગણે હરાવવામાં સફળ ન રહ્યું હોય, પણ જે પ્રમાણે ટીમના પ્લેયરોએ હરીફ ટીમ સામે પર્ફોર્મ કર્યું છે એ જોતાં તેઓ શુભેચ્છાના હકદાર છે. આપણે એ લોકોની મહેનતને ઓછી ન આંકવી જોઈએ. વર્લ્ડ કપ કૅમ્પેન બાદ આ એક સારી કહી શકાય એવી સિરીઝ રહી. છેલ્લા પાંચ મહિનાથી પ્લેયરો આ સિરીઝ માટે મહેનત કરી રહ્યા હતા જેને કારણે તેઓ સિરીઝ ડ્રૉ કરવામાં સફળ રહ્યા.’

આ પણ વાંચો : વિરાટ કોહલીએ આ તસવીર માટે અનુષ્કાને આપી ક્રેડિટ, ટીશર્ટ પર છે આ...

ઑસ્ટ્રેલિયાનો મુકાબલો હવે ૨૭ ઑક્ટોબરથી શ્રીલંકા સામે ઘરઆંગણે થશે, જેમાં બન્ને ટીમો ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ રમશે. બીજી અને ત્રીજી મૅચ અનુક્રમે ૨૯ ઑક્ટોબર અને એક નવેમ્બરે રમાશે.

ricky ponting australia england cricket news sports news