ટ્રેવિસ અને ફાસ્ટ બોલર્સને લીધે ઑસ્ટ્રેલિયા પાવરમાં

28 December, 2019 01:41 PM IST  |  Melbourne

ટ્રેવિસ અને ફાસ્ટ બોલર્સને લીધે ઑસ્ટ્રેલિયા પાવરમાં

પૅટ કમિન્સ

બૉક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે ટ્રેવિસ હેડની બૅટિંગ અને ફાસ્ટ બોલર્સને કારણે ઑસ્ટ્રેલિયા પાવરમાં રહ્યું છે. ટ્રેવિસે ૧૧૪, સ્ટીવ સ્મિથે ૮૫ અને ટીમ પેઇનીના ૭૯ રન સાથે ઑસ્ટ્રેલિયા બીજા દિવસે ૪૬૭ રન કરીને ઑલઆઉટ થયું હતું. બીજા દિવસે સ્ટીવ સ્મિથ ફક્ત આઠ રન કરીને નીલ વેગનરનો શિકાર બન્યો હતો. વેગનરે સ્મિથ, ટ્રેવિસ હેડ અને ટીમ પેઇની ત્રણેય મહત્ત્વની વિકેટ લીધી હતી. ટીમ સાઉધીએ પણ મિચેલ સ્ટાર્ક, પૅટ કમિન્સ અને નૅથન લાયનની વિકેટ લીધી હતી.

ન્યુ ઝીલૅન્ડ દાવમાં આવ્યા બાદ પૅટ કમિન્સે ૧૫ રન પર ટૉમ બ્લન્ડેલને આઉટ કર્યો હતો. ત્યાર બાદ જેમ્સ પેટિનસને ૯ રને કેન વિલિયમસનને આઉટ કર્યો હતો. ન્યુ ઝીલૅન્ડે ૧૮ ઓવરમાં બે વિકેટે ૪૪ રન બનાવ્યા છે. ટૉમ લેધમ ૯ અને રૉસ ટેલર બે રને રમી રહ્યા છે.

મિચેલ સેન્ટનરને કારણે ન્યુ ઝીલૅન્ડ બૉક્સિંગ ડે ટેસ્ટ નહીં જીતી શકે. એ વન-ડે બોલર છે, ટેસ્ટ બોલર નહીં. તે એટલી ઍક્યુરસીથી બૉલ નથી નાખી શકતો.

- માર્ક વૉ, ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન

australia new zealand cricket news sports news