સ્મિથ અને વેડની સેન્ચુરીથી ઑસ્ટ્રેલિયાએ મેળવી 397 રનની લીડ

05 August, 2019 11:24 AM IST  |  એજબેસ્ટન

સ્મિથ અને વેડની સેન્ચુરીથી ઑસ્ટ્રેલિયાએ મેળવી 397 રનની લીડ

સ્મિથ અને વેડ

ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ઍશિઝની પહેલી ટેસ્ટ મૅચની બીજી ઇનિંગમાં બૅટિંગ માટે ઊતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમ ફરી એક વાર ઇંગ્લૅન્ડના બોલરો પર ભારી પડી હતી. ખાસ કરીને સ્ટીવન સ્મિથની ૧૪૨ રનની પારીએ ઑસ્ટ્રેલિયાને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. આ વખતે સ્મિથ ઉપરાંત મૅથ્યુ વેડે પણ ૧૧૦ રનનું યોગદાન આપ્યું હતું. પહેલી ઇનિંગમાં સ્મિથ ૧૪૪ રન કરીને આઉટ થયો હતો. ટીમના સ્કોરમાં ટ્રેવિસ હેડે ૫૧ રનની પારી રમી હતી.

આ પણ વાંચો : સૈનીનું સિલેક્શન : બિશન સિંહ બેદી અને ગૌતમ ગંભીરમાં થઈ ચણભણ

મૅચના ચોથા દિવસે ઑસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે ૧૨૪ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું અને મૅચનો ચોથો દિવસ ઑસ્ટ્રેલિયન પ્લેયરોને નામ રહ્યો. ચોથી વિકેટ માટે ટ્રેવિસ અને સ્મિથ વચ્ચે ૧૩૦ રનની પાર્ટનરશિપ બની, જ્યારે સ્મિથ અને વેડે પાંચમી વિકેટ માટે ૧૨૬ રનની પાર્ટનરશિપ બનાવી હતી. ચોથા દિવસનો ખેલ ખતમ થતાં પહેલાં ઑસ્ટ્રેલિયાએ ૭ વિકેટે ૪૮૭ રને ઇનિંગ ડિક્લેર કરીને ૩૯૬ રનની લીડ મેળ‍વી હતી.

steve smith sports news cricket news