અજુર્ન તેન્ડુલકરે MPLના ઑક્શનમાં પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું

17 March, 2019 12:18 PM IST  | 

અજુર્ન તેન્ડુલકરે MPLના ઑક્શનમાં પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું

ફાસ્ટ બૉલર છે અર્જુન તેન્ડુલકર

ભારતરત્ન સચિન તેન્ડુલકરના પુત્ર અજુર્ન તેન્ડુલકરે ટી૨૦ મુંબઈ પ્રીમિયર લીગની બીજી સીઝનના ઑક્શન-લિસ્ટમાં પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું છે. તે હવે જુનિયર ક્રિકેટથી સિનિયર ક્રિકેટમાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગયા વર્ષે રમાયેલી પહેલી સીઝનમાં તેને ફાધર સચિને રોક્યો હતો. લેફ્ટ-આર્મ મીડિયમ પેસ બોલર અજુર્ને ગયા વર્ષે ભારતની U-૧૯ ટીમ વતી શ્રીલંકા સામે બે યુથ ટેસ્ટમાં ૩ વિકેટ લીધી હતી. તેણે હાલમાં ડી. વાય. પાટીલ ટી૨૦ ટુર્નામેન્ટમાં સારું પર્ફોર્મ કરીને મુંબઈની U-૨૩ ટીમમાં સ્થાન મેળવ્યું હતું. થોડા દિવસ પહેલાં તેણે ભારતના ભૂતપૂર્વ ખેલાડી સુબ્રતો બૅનરજીના માર્ગદર્શન હેઠળ કોચિંગ લઈને પોતાની બોલિંગ ઍક્શન સુધારી હતી.

sachin tendulkar arjun tendulkar cricket news sports news