અનિલ કુંબલેએ ભારતીય ટીમને ટી20 વર્લ્ડ કપ માટે આપ્યું 'બ્રહ્મ જ્ઞાન'...

31 December, 2019 01:31 PM IST  |  Mumbai Desk

અનિલ કુંબલેએ ભારતીય ટીમને ટી20 વર્લ્ડ કપ માટે આપ્યું 'બ્રહ્મ જ્ઞાન'...

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન અને પ્રમુખ કોચ રહેલા દિગ્ગજ અનિલ કુંબલેએ ભારતીય ટીમને એક મોટી સલાહ આપી છે, જે કૅપ્ટન વિરાટ કોહલી માટે ટી20 વર્લ્ડ કપમાં કામ આવી શકે છે. અનિલ કુંબલેનું માનવું છે કે આવતાં વર્ષે ઑસ્ટ્રેલિયામાં થનારા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમને વિકેટ લેનારા વિકલ્પ પર ધ્યાન આપવું જોઈએ, જ્યાં ઑલરાઉન્ડરની જગ્યાએ ફાસ્ટ બૉલર્સને મળવી જોઇએ.

ભારતીય ટીમના પૂર્વ સ્પિન બૉલર અનિલ કુંબલેએ કહ્યું, "હું સંપૂર્ણપણે માનું છું કે તમને વિકેટ લેનારા બૉલર્સની જરૂર પડશે. એવામાં મારા મતે કુલદીપ યાદવે અને યુજવેન્દ્ર સિંહ ચહલ જેવા ખેલાડીઓને ટીમમાં જગ્યા મળવી જોઈએ. તમે સવાલ ઊપાડી શકો છો કે જ્યારે ઝાકળને કારણે બૉલ ભીનો થઈ જાય છે અને ત્યારે ટીમમાં બે સ્પિનરોનું હોવું શું યોગ્ય છે?" જો કે, આવું છે નહીં.

ફાસ્ટ બૉર્લર્સને ટીમમાં રાખવું પડશે
ભારત તરફથી ટેસ્ટ અને વનડેમાં સૌથી વધારે વિકેટ લેનારા ધાકડ ખેલાડી અનિલ કુંબલેએ આગળ કહ્યું કે આ ખૂબ જ જરૂરૂ છે કે તમે વિકેટ લેનારા વિકલ્પની શોધ કરો. ટીમ ઑલરાઉન્ડર શોધી રહી છે, પણ તમને એવા ફાસ્ટ બૉલર્સને રાખવા પડશે જે વિકેટ લઈ શકે. મને લાગે છે કે આ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ છે. જણાવીએ કે ઑસ્ટ્રેલિયામાં કોઈપણ બૉલર્સ માટે બૉલિંગ કરવું સરળ નથી.

આ પણ વાંચો : Shital Antani : જાણો પત્રકાર પોપટલાલના ગોર્જિયસ 'સાસુ' વિશે

કેટલાય ઑલરાઉન્ડર્સને મળી ચૂકી છે ટીમમાં જગ્યા
તમારી માહિતી માટે જણાવીએ કે, ભારતીય ટીમ અને પસંદગીકર્તા ઘણાં સમયથી ટી-20 ક્રિકેટમાં કેટલાક એવા ઑલરાઉન્ડર્સને જગ્યા આપી રહ્યા છે જે આગળ જઈને ટીમ ઇન્ડિયાને મેચ જીતાડી શકે. ભારતીય ટીમે હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, વૉશિંગ્ટન સુંદર, વિજય શંકર અને શિવમ દુબે જેવા ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં પણ સામેલ કર્યા છે જે ઑલરાઉન્ડર છે. જો કે, મોટા ભાગના ખેલાડીઓએ મેનેજમેન્ટને નિરાશ જ કર્યા છે.

anil kumble cricket news sports news sports australia