ગુજરાતની આ કંપની અફ્ઘાનિસ્તાન ક્રિકેટ ટીમને કરશે સ્પોન્સર

07 May, 2019 02:39 PM IST  |  અમદાવાદ

ગુજરાતની આ કંપની અફ્ઘાનિસ્તાન ક્રિકેટ ટીમને કરશે સ્પોન્સર

અમુલ અને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ

અફ્ઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની જગ્યા બનાવી રહી છે. ધીરે ધીરે અફ્ઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ મજબૂત બની રહી છે. ત્યારે ગુજરાતી કંપનીએ અફ્ઘાનિસ્તાનને 2019ના ક્રિકેટ વર્લ્ડ કપમાં સપોર્ટ કરવાનો નિર્ણય કર્યો છે. આગામી મહિને રમાનારા ક્રિકેટ વર્લ્ડ કપમાં અમૂલ અફ્ઘાનિસ્તાનની ક્રિકેટ ટીમને સ્પોન્સ કરશે. આ પહેલા અમૂલ ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમને પણ અમૂલ સ્પોન્સ કરી ચૂક્યુ છે.



અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીના કહેવા પ્રમામે અમૂલ ક્રિકેટ સાથે જોડવાથી માર્કેટિંગ અને બ્રાન્ડિંગનો ફાયદો મળશે. સ્પોન્સરશિપ માટે અમૂલ અને અફ્ઘાનિસ્તાન વચ્ચે અંતિમ તબક્કાની વાતચીત ચાલી રહી છે. મંગળવારે સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ IPL 2019:આ ધોનીની છેલ્લી IPL છે ? નજીકના આ ખેલાડીએ કર્યો ખુલાસો

ઉલ્લેખનીય છે કે અમૂલ ન્યૂઝીલેન્ડ ઉપરાંત 2011ના વર્લ્ડ કપમાં નેધરલેન્ડની ટીમને સ્પોન્સર કરી ચૂક્યુ છે. તો 2017ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડની ટીમને સ્પોન્સકર કરાઈ હતી. આર. એસ. સોઢીના કહેવા પ્રમાણે અમૂલ અફ્ઘાનિસ્તાનમાં અંદાજે 3 હજાર ટન બેબી ફૂડ અને મિલ્ક પાવડર એક્સપોર્ટ કરે છે. અમૂલનો અફ્ઘાનિસ્તાન સાતે 50થી 60 કરોડનો બિઝનેસ છે.

afghanistan cricket news sports news world cup 2019