IPL 2019:આ ધોનીની છેલ્લી IPL છે ? નજીકના આ ખેલાડીએ કર્યો ખુલાસો

મુંબઈ | May 02, 2019, 20:13 IST

ચેન્નાઈ સુપરકિંગ્સના ધુરંધર બેટ્સમેન સુરેશ સૈનાએ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ક્રિકેટ કરિયરને લઈ ચોંકાવનારો ઈશારો કર્યો છે. IPLમાં ધોની ક્યાં સુધી રમશે તેને લઈને રૈનાએ સંકેત આપ્યો છે કે ધોની આગામી વર્ષે ચેન્નાઈની કેપ્ટનસી છોડી શકે છે.

IPL 2019:આ ધોનીની છેલ્લી IPL છે ? નજીકના આ ખેલાડીએ કર્યો ખુલાસો
મહેન્દ્રસિંહ ધોની (File Photo)

ચેન્નાઈ સુપરકિંગ્સના ધુરંધર બેટ્સમેન સુરેશ સૈનાએ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ક્રિકેટ કરિયરને લઈ ચોંકાવનારો ઈશારો કર્યો છે. IPLમાં ધોની ક્યાં સુધી રમશે તેને લઈને રૈનાએ સંકેત આપ્યો છે કે ધોની આગામી વર્ષે ચેન્નાઈની કેપ્ટનસી છોડી શકે છે. દિલ્હી સામેની જીત બાદ રૈનાએ મીડિયા સાથે વાત કરતા આ સંકેત આપ્યો હતો. સાથે જ રૈનાએ એમ પણ કહ્યું કે ધોનીની ગેરહાજરીમાં તે કેપ્ટનસી કરવા માટે તૈયાર છે. આ વર્ષે ધોની IPLની બે મેચ નથી રમ્યા, ત્યારે રૈનાએ જ ટીમની કેપ્ટનસી સંભાળી છે. આ પહેલા પણ ધોનીની ગેરહાજરીમાં રૈના ચેન્નાઈની કેપ્ટનસી કરતા રહ્યા છે. જો કે ધોની કેટલા ટાઈમ સુધી ચેન્નાઈની કમાન સંભાળે છે, તે તો સમય જ કહેશે.

આ પણ વાંચોઃ IPL 2019 : પંજાબ ટીમને લાગ્યો વધુ એક ઝટકો, આ ખેલાડી થયો બહાર

રૈનાએ કહ્યું કે પાછલા બે વર્ષમાં ધોનીએ ટીમના મેન્ટર અને બેટ્સમેન તરીકે શાનદાર કામ કર્યું છે. એટલે આગામી વર્ષે જ્યારે તેમનું કામ પુરુ થઈ જશે, ત્યારે તમે મને કેપ્ટન તરીકે વધુ જોઈ શકો છો. એટલે મારે મારી ક્ષમતા વધારવી પડશે. જો કે ધોની ઈચ્છશે ત્યાં સુધી ચેન્નાઈની ટીમ માટે રમતા રહેશે. રૈનાએ કહ્યું કે જ્યારે જ્યારે ધોની ક્રિઝ પર આવે છે, ત્યારે સામેની ટીમ દબાણમાં આવી જાય છે. અને જ્યારે ધોની ટીમમાં ન હોય તો એક ફરક દેખાય છે. રૈનાએ કહ્યું કે ચેન્નાઈ ધોનીને કેપ્ટન કરતા વધુ એક બેટ્સમેન તીરકે વધુ મિસ કરી છે. એક કેપ્ટન કરતા ધોનીને એક બેટ્સમેન તરીકે ગુમાવવા ટીમ માટે મોટી મુશ્કેલી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK