રાયુડુનો યુ-ટર્ન, દરેક ફૉર્મેટમાં રમવા HCAને લખ્યો પત્ર

31 August, 2019 08:38 AM IST  |  હૈદરાબાદ

રાયુડુનો યુ-ટર્ન, દરેક ફૉર્મેટમાં રમવા HCAને લખ્યો પત્ર

અંબાતી રાયુડુ

વર્લ્ડ કપ ૨૦૧૯માં ટોચનો ઇન્ડિયન પ્લેયર ઈજાગ્રસ્ત થતાં ટીમમાં સ્થાન ન મળતાં ક્રિકેટના દરેક ફૉર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર અંબાતી રાયુડુએ હવે યુ-ટર્ન લીધો છે. તેણે હૈદારાબાદ ક્રિકેટ અસોસિએશનને પત્ર લખીને ફરી એક વાર દરેક ફૉર્મેટ રમવા દેવા માટે અરજી કરી છે. અંબાતીએ લખેલા પત્રમાં ભૂતપૂર્વ ઇન્ડિયન પ્લેયર વીવીએસ લક્ષ્મણ અને નોઇલ ડેવિડનો આભાર માનતાં લખ્યું છે કે ‘હું અંબાતી રાયુડુ, તમને જણાવવા માગું છું કે હું મારા રિટાયરમેન્ટનો નિર્ણય પાછો ખેચવા માગું છું અને ક્રિકેટના દરેક ફૉર્મેટમાં રમવા માગું છું. ચેન્નઈ સુપર કિંગ્સના વીવીએસ લક્ષ્મણ અને નોઇલ ડેવિડનો હું આભાર માનું છું કે તેમણે મારા ખરાબ સમયમાં મને સાથ આપ્યો અને મારામાં ક્રિકેટ રમવાની રહેલી ક્ષમતા સાથે મને પરિચિત કરાવ્યો. ઇમોશનલ કારણસર લીધેલા મારા નિર્ણયને હું પાછો ખેંચવા માગું છું.’

આ પણ વાંચોઃ ઇન્ડિયા ‘એ’ અને U19ને કોચ નહીં કરે રાહુલ દ્રવિડ

ચીફ સિલેક્ટર એમ.એસ.કે. પ્રસાદે જણાવ્યા પ્રમાણે ટીમ ચૅમ્પિયન ટ્રોફી પછી કાર્તિક સહિત અન્ય કેટલાક પ્લેયરોને ટ્રાય કરી ચૂકી છે. જો રાયુડુ ટીમમાં પાછો આવે તો તેને ચોથા નંબર પર રમવા માટે ઉતારી શકાય. વિજય શંકર બૅટિંગ કરતાં બોલિંગમાં સારું પ્રદર્શન કરે છે માટે ત્યાં પણ શંકરને તક આપી શકાય છે.

રાયુડુ ટીમ ઇન્ડિયા વતી કુલ ૫૫ વન-ડે મૅચ રમી ચૂક્યો છે જેમાં તેણે ૧૬૯૪ રન કર્યા છે.

ambati rayudu sports news cricket news