ટેસ્ટ, વન-ડે પછી ન્યુ ઝીલૅન્ડે શ્રીલંકાને ટી૨૦માં પણ કચડ્યું

14 February, 2019 04:21 PM IST  | 

ટેસ્ટ, વન-ડે પછી ન્યુ ઝીલૅન્ડે શ્રીલંકાને ટી૨૦માં પણ કચડ્યું

ત્રણેય ફોરમેટમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને હરાવ્યું

ટેસ્ટ-સિરીઝ ૧-૦થી અને વન-ડે સિરીઝ ૩-૦થી જીતી ચૂકેલી ન્યુ ઝીલૅન્ડની ટીમે એકમાત્ર વ્૨૦ આંતરરાષ્ટ્રીય મૅચમાં શ્રીલંકાને ૧૮૦ના ટાર્ગેટ સામે ૧૪૪ રનમાં ઑલઆઉટ કરીને ૩૫ રનથી જીત મેળવી હતી. ઑકલૅન્ડના ઇડન પાર્ક મેદાન પર ટૉસ જીતીને શ્રીલંકાના કૅપ્ટન લસિથ મલિન્ગાએ પહેલાં બોલિંગ કરવાનું પસંદ કરતાં ૧૦ ઓવરમાં ન્યુ ઝીલૅન્ડની ટૉપની પાંચ વિકેટ પંચાવન રનમાં લઈને પ્રભાવશાળી શરૂઆત કરી હતી. કૅપ્ટન લસિથ મલિન્ગાએ માર્ટિન ગપ્ટિલ અને હેન્રી નિકોલ્સને આઉટ કર્યા હતા જ્યારે કાસુન રજિથાએ ટિમ સેથર્ટ અને કૉલિન મનરોની કીમતી વિકેટો ઝડપી હતી. કિવી ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૭૯ રન બનાવ્યા હતા. ૧૬.૫ ઓવરમાં શ્રીલંકાની ટીમ ૧૪૪ રનમાં ઑલઆઉટ થતાં કિવી ટીમે પ્રવાસી ટીમને ત્રણેય ફૉર્મેટમાં માત આપી હતી. લૉકી ફગ્યુર્સને ૨૧ રનમાં ૩ અને ઈશ સોઢીએ ૩૦ રનમાં ૩ વિકેટ લીધી હતી.

આ પણ વાંચોઃ ન્યુ ઝીલૅન્ડે કર્યો શ્રીલંકાનો વાઇટવૉશ

cricket news sports news new zealand sri lanka