ત્રીજા દિવસે અફઘાનિસ્તાને લીધી 374 રનની તોતિંગ લીડ

08 September, 2019 11:40 AM IST  |  ચિત્તગૉન્ગ

ત્રીજા દિવસે અફઘાનિસ્તાને લીધી 374 રનની તોતિંગ લીડ

એકમાત્ર ટેસ્ટમાં ગઈ કાલે એટલે કે મૅચના ત્રીજા દિવસે બંગલા દેશ સામે અફઘાનિસ્તાને સ્ટ્રૉન્ગ પોઝિશન મેળવી લીધી હતી. અફઘાનિસ્તાને સેકન્ડ ઇનિંગ્સમાં ૮૩.૪ ઓવરમાં ૮ વિકેટે ૨૩૭ રન બનાવ્યા હતા અને એથી તેમની ટોટલ લીડ ૩૭૪ રન થઈ હતી. તેમણે પહેલી ઇનિંગમાં ૧૧૭ ઓવરમાં ૩૪૨, જ્યારે યજમાન બંગલા દેશ ૭૦.૫ ઓવરમાં ૨૦૫ રન બનાવીને ઑલઆઉટ થયું હતું.

આ પણ વાંચો : આઇસીસી ટી20 રૅન્કિંગમાં મલિન્ગાની 20 રૅન્કની જમ્પ

ચિત્તગૉન્ગના ઝહુર એહમદ ચૌધરી સ્ટેડિયમમાં ગઈ કાલે પ્રવાસી ટીમે ૨૮ રનમાં ૩ વિકેટ ગુમાવ્યા પછી ઓપનર ઇબ્રાહિમ ઝદરન અને અસગર અફઘાને ૧૦૮ રનની કીમતી પાર્ટનરશિપ કરીને ટીમને સારી પોઝિશન પર લઈ આવ્યા હતા. ઝદરને ૨૦૮ બૉલમાં ૬ ફોર અને ૪ સિક્સરની મદદથી ૮૭ અને અસગરે ૫૦ રન બનાવ્યા હતા. શાકિબ-અલ-હસને ૫૩ રનમાં ૩ વિકેટ લીધી હતી. તેણે ડેન્જરસ રહેમત શાહને પહેલા બૉલમાં જ આઉટ કર્યો હતો.

afghanistan bangladesh cricket news sports news