પૂર્વ પાકિસ્તાની ઑલરાઉંડરે કર્યું બુમરાહનું અપમાન, કહ્યું 'બેબી બૉલર'

04 December, 2019 07:47 PM IST  |  Mumbai Desk

પૂર્વ પાકિસ્તાની ઑલરાઉંડરે કર્યું બુમરાહનું અપમાન, કહ્યું 'બેબી બૉલર'

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ઑલરાઉન્ડર અબ્દુલ રઝ્ઝાકે ભારતીય ફાસ્ટ બૉલર જસપ્રીચ બુમરાહની બૉલિંગને સામાન્ય કહી છે. રઝ્ઝાકે વિશ્વના નંબર એક વનડે બૉલરને 'બેબી બૉલર' કહીને બોલાવ્યા અને કહ્યું કે તે તેના બૉલ પર સરળતાથી રન્સ બનાવે છે. બુમરાહ આ વખતે ઇજાને કારણે ટીમમાંથી બહાર છે પણ છતાં તે ટેસ્ટ રેન્કિંગમાં પાંચમાં જ્યારે વનડે નંબર પહેલા સ્થાને છે.

પૂર્વ પાકિસ્તાની ઑલરાઉંડર અબ્દુલ રજ્જાકે જસપ્રીત બુમરાહની બૉલિંગ વિશે વાત કરતાં કહ્યું, "મેં વિશ્વના મહાનતમ બૉલર ગ્લેન મૈક્ગ્રા અને વસીમ અકરમની સામે બૅટિંગ કરી છે આ માટે બુમરાહ તો મારી સામે બેબી બૉલર છે. હું તેના બૉલ પર સરળતાથી આક્રમક કરે અને તેના પર હાવી થઈને બેટિંગ કરે."

40 વર્ષના આ પાકિસ્તાની ક્રિકેટરે કહ્યું કે, "બુમરાહ ખૂબ જ સારું કરી રહ્યો છે અને ખૂબ જ ઝડપથી પોતાની બૉલિંગમાં સુધારો કર્યો છે. તેની બૉલિંગનું એક્શન થોડી અટપટી છે અને તે સીમને ખૂબ જ સારી રીતે હિચ કરે છે આ કારણે આટલા બધાં અસરકારક સાબિત થાય છે."

બુમરાહ આ સમયે વનડેમાં વિશ્વના નંબર વન બૉલર છે. ઇજાગ્રસ્ત થવાને કારણે છેલ્લી કેટલીક સીરિઝમાં ભારતીય ટીમ તરફથી નથી રમ્યો. આ સમયે તે પોતાની ઇજા પર કામ કરી રહ્યો છે. ફિટનેસ મેળવવા માટે દિલ્હી કેપિટલ્સના ટ્રેનર રજનીકાંત દિલ્હી કેપિટલ્સના ટ્રેનર રજનીકાંત શિવાગનાનમ સાથે કામ કરી રહ્યો છે.

આ પણ વાંચો : આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો

બુમરાહ સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે રમાયેલી સીરીધમાં ટીમનો ભાગ ન હતો. વેસ્ટઇંડિઝ સામે થનારી ટી20 અને વનજે સીરીઝમાંથી પણ બહાર છે. બુમરાહની ઇજામાં જલ્દી સુધારો થઈ રહ્યો છે અને આવતાં વર્ષે ન્યૂઝીલેન્ડ ટ્રીપ પર જનારી ટીમની પસંદગી માટે તેના અવેલેબલ રહેવાની આશા કરવામાં આવી રહી છે.

cricket news jasprit bumrah sports news sports