ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે 6 દિગ્ગજો વચ્ચે સ્પર્ધા, આ દિવસે ઈન્ટરવ્યૂ

13 August, 2019 09:28 AM IST  |  મુંબઈ

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે 6 દિગ્ગજો વચ્ચે સ્પર્ધા, આ દિવસે ઈન્ટરવ્યૂ

ટીમને જલ્દી મળશે નવા મુખ્ય કોચ

વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમને જલ્દી જ નવા મુખ્ય કોચ અને સપોર્ટ સ્ટાફ મળવાનો છે. BCCIએ મુખ્ય કોચ માટે 6 દિગ્ગજોને શોર્ટ લિસ્ટ કર્યા છે. જેમાં ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનું પણ નામ છે. જેમને આ પ્રક્રિયામાં સીધો પ્રવેશ મળ્યો છે. રવિ શાસ્ત્રી એન્ડ કંપની હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે.

BCCIના પ્રમાણે કોચના પદ માટેના ઈન્ટરવ્યૂ આ શુક્રવારે 16 ઑગસ્ટે મુંબઈમાં થશે. BCCIએ જે 6 નામો પર મહોર લગાવી છે તેમાં રવિ શાસ્ત્રીની સાથે ટીમ ઇન્ડિયાના પૂર્વ મેનેજર લાલચંદ રાજપૂત, ન્યુઝીલેન્ડના પૂર્વ કોચ માઇક હેસન, પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર અને શ્રીલંકાના પૂર્વ કોચ ટોમ મૂડી, પૂર્વ વેસ્ટ ઇન્ડીઝ ઓલરાઉન્ડર અને અફઘાનિસ્તાનના પૂર્વ કોચ ફિલ સાઇમંસ, પૂર્વ ભારતીય ફિલ્ડિંગ કોચ રોબિન સિંહનું નામ સામેલ છે.

સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલી કમેટી ઑફ એડમિનિસ્ટ્રેટર્સે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની પસંદગી માટે ક્રિકેટ એડવાઈઝરી કમિટી બનાવી છે. ત્રણ સભ્યોની સમિતિના અધ્યક્ષ પૂર્વ કેપ્ટન કપિલ દેવ છે. કપિલ દેવની સાથે અંશુમન ગાયકવાડ અને પૂર્વ મહિલા ક્રિકેટર શાંતા રંગાસ્વાની પણ આ સમિતિમાં છે. જ્યારે બાકીના સપોર્ટ સ્ટાફનો ઈન્ટરવ્યૂ એમએસકે પ્રસાદની અધ્યક્ષતા વાળી સમિતિ કરશે, જેનો સમય નિર્ધારિત નથી થયો.

ક્રિકેટ નેકસ્ટ વેબસાઈટ સાથે વાત કરતા BCCIના એક અધિકારીઓ કહ્યું કે, 'બોર્ડે અનુભવ અને યોગ્યતાના આધાર પર આ પદ માટે 6 નામો ફાઈનલ કર્યા છે. અલગ-અલગ સમય પર તેમના ઈન્ટરવ્યૂ થશે. અન્ય સપોર્ટ સ્ટાફની જેમ રવિ શાસ્ત્રીનો સીધો પ્રવેશ મળ્યો છે. સમિતિ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને એક ઉમેદવાર નક્કી કરશે.'

આ પણ જુઓઃ Nadia Himani:ક્રિમિનલ લૉયર બનવા ઈચ્છતા હતા સાવજ એક પ્રેમગર્જનાની 'મોંઘી'

BCCIના વરિષ્ઠ અધિકારીઓનું માનીએ તો રવિ શાસ્ત્રી અને 3 વિદેશી કોચના ઈન્ટરવ્યૂ સ્કાઈપથી થશે, કારણ કે રવિ શાસ્ત્રી હાલ વેસ્ટ ઈન્ડિઝ છે. જ્યારે ટોમ મૂડી, માઈક હેસન અને ફિલ સિમંસ પોતાના દેશમાં છે. 17 ઑગસ્ટે ટીમના નવા કોચના નામનું એલાન થઈ શકે છે.

board of control for cricket in india ravi shastri sports news