જીતવા માટે બાંયો ચડાવી મેદાનમાં ઊતરશે ભારત અને સાઉથ આફ્રિકા

18 September, 2019 12:54 PM IST  |  ચંદીગઢ

જીતવા માટે બાંયો ચડાવી મેદાનમાં ઊતરશે ભારત અને સાઉથ આફ્રિકા

વિરાટ-રોહિત

ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટી૨૦ મૅચોની સિરીઝમાંની બીજી મૅચ આજે મોહાલીમાં રમાવાની છે. પહેલી મૅચ વરસાદને કારણે ધોવાઈ જતાં આજે બન્ને ટીમો મૅચ જીતી સિરીઝ પર પોતાની પકડ મજબૂત કરવાનો પૂરતો પ્રયત્ન કરશે. મૅચ કોણ જીતે છે એના કરતાં પણ વધારે મહત્વની વાત એ છે કે વરસાદ ન આવે અને ૨૦-૨૦ ઓવરની આખી મૅચ રમાય એવી ક્રિકેટપ્રેમીઓ દુઆ કરી રહ્યા છે.

વેસ્ટ ઇન્ડીઝને ઘરઆંગણે ટેસ્ટ, વન-ડે અને ટી-૨૦માં હરાવી ચૂકેલી ટીમ ઇન્ડિયાનું મનોબળ ઊંચું છે, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ આ સિરીઝમાં કેટલાક નવા પ્લેયરોને લઈને મેદાનમાં ઊતરવાની તૈયારીમાં છે. નવા પ્લેયરો ભારતીય પિચના અનુભવી ન હોવાનો ફાયદો ટીમ ઇન્ડિયાને મળી શકે છે. વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાની ટીમ ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. ક્વિન્ટન ડી કૉકની નવા પ્લેયર્સવાળી ટીમ વિરાટસેના સામે થોડી બિનઅનુભવી હશે એ વાત સાચી, પણ ભારતને ઘરઆંગણે ટક્કર આપવામાં મહેમાન ટીમ કોઈ કસર બાકી નહીં રાખે. જોકે કૅગિસો રબાડા અને કોહલી વચ્ચેની ટક્કર જોવા જેવી રહેશે. ઇન્ડિયન ટીમમાં કૃણાલ પંડ્યા, વૉશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ખલીલ અહમદ, દીપક ચહર અને નવદીપ સાહની બોલર્સ તરીકે શક્યતા વધુ છે.

આ પણ વાંચો : ફિક્સિંગની તપાસ કરી રહેલી કમિટીએ કેમ લીધું ધોની-વિરાટનું નામ ?

ભારત-સાઉથ આફ્રિકાની ત્રીજી અને અંતિમ ટી૨૦ મૅચ ૨૨ સપ્ટેમ્બરે બૅન્ગલોરમાં રમાશે.

cricket news india south africa virat kohli rohit sharma