મહિલા T20 એશિયા કપમાં પહેલી વાર ૮ ટીમ : ૨૧ જુલાઈએ ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ

28 March, 2024 07:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૦૪થી ૨૦૦૬ દરમ્યાન આ ટુર્નામેન્ટ વન-ડે ફૉર્મેટમાં રમાઈ હતી અને ૨૦૧૨થી T20 ફૉર્મેટમાં રમાઈ રહી છે.

પ્રતીકાત્મક તસવીર

શ્રીલંકાના દામ્બુલામાં શરૂ થનારા મહિલા T20 એશિયા કપ 2024 માટે શેડ્યુલની જાહેરાત કરવામાં આવી છે. ૧૯ જુલાઈથી શરૂ થનારી આ ચૅમ્પિયનશિપમાં ભારતીય મહિલા ટીમને ગ્રુપ Aમાં પાકિસ્તાન, યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) અને નેપાલ સાથે સ્થાન આપવામાં આવ્યું છે; જ્યારે ગ્રુપ Bમાં શ્રીલંકા, થાઇલૅન્ડ, બંગલાદેશ અને મલેશિયાને સ્થાન આપવામાં આવ્યું છે. ૯ દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં પહેલી વાર ૮ ટીમ ભાગ લઈ રહી છે. ૨૧ જુલાઈએ ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જામશે. ૨૦૦૪થી ૨૦૦૬ દરમ્યાન આ ટુર્નામેન્ટ વન-ડે ફૉર્મેટમાં રમાઈ હતી અને ૨૦૧૨થી T20 ફૉર્મેટમાં રમાઈ રહી છે. ભારતીય મહિલા ટીમ ૭ વાર આ ટુર્નામેન્ટમાં ચૅમ્પિયન બની છે. આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બરમાં બંગલાદેશમાં શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપની તૈયારી માટે મહત્ત્વની છે.

મહિલા T20 એશિયા કપનું શેડ્યુલ
તારીખ         મૅચ
૧૯ જુલાઈ     પાકિસ્તાન v/s નેપાલ
૧૯ જુલાઈ       ભારત v/s UAE
20 જુલાઈ        મલેશિયા v/s થાઇલૅન્ડ
૨૦ જુલાઈ       શ્રીલંકા v/s બંગલાદેશ
૨૧ જુલાઈ       નેપાલ v/s  UAE
૨૧ જુલાઈ       ભારત v/s પાકિસ્તાન
૨૨ જુલાઈ       શ્રીલંકા v/s  મલેશિયા
૨૨ જુલાઈ   બંગલાદેશ v/s થાઇલૅન્ડ
૨૩ જુલાઈ       પાકિસ્તાન v/s UAE
૨૩ જુલાઈ       ભારત v/s નેપાલ
૨૪ જુલાઈ    બંગલાદેશ v/s મલેશિયા
૨૪ જુલાઈ    શ્રીલંકા v/s થાઇલૅન્ડ
૨૬ જુલાઈ    સેમી ફાઇનલ
૨૮ જુલાઈ      ફાઇનલ

cricket news sports sports news t20