૧૫ ઑક્ટોબરે અમદાવાદમાં ૧,૩૨,૦૦૦ પ્રેક્ષકો ભરપૂર માણશે ઇન્ડિયા-પાકિસ્તાન બ્લૉકબસ્ટર

13 June, 2023 12:35 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

નવરાત્રિ ૧૫ ઑક્ટોબરે શરૂ થવાની છે : વન-ડેના વર્લ્ડ કપમાં પાંચમી ઑક્ટોબરે પહેલી મૅચ ૨૦૧૯ની ફાઇનલના વિજેતા ઇંગ્લૅન્ડ અને રનર-અપ ન્યુ ઝીલૅન્ડ વચ્ચે અમદાવાદમાંઃ સેમી ફાઇનલ મુંબઈ, ચેન્નઈમાં અને ફાઇનલ અમદાવાદમાં

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

આગામી પાંચમી ઑક્ટોબરે ભારતમાં શરૂ થનારા વન-ડે વર્લ્ડ કપમાં અનેક હરીફ ટીમો વચ્ચે જોરદાર રસાકસી થશે અને પૉઇન્ટ્સ-ટેબલમાં ટીમો ઉપર-નીચે થશે, પરંતુ સમગ્ર ક્રિકેટજગતના કરોડો લોકોને સૌથી વધુ ઇન્તેજાર ભારત-પાકિસ્તાન વચ્ચેના મુકાબલાનો હશે અને એ હાઇ-વૉલ્ટેજ ટક્કર ૧૫ ઑક્ટોબરે (પહેલા નોરતે) અમદાવાદમાં થશે. આ શહેરમાં મોટેરા ખાતેના ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ ૧,૩૨,૦૦૦ પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે અને તેઓ તેમ જ કરોડો ટીવી-દર્શકો આ મુકાબલો માણશે. એ પહેલાં, પાંચમી ઑક્ટોબરે વર્લ્ડ કપની પહેલી મૅચ પણ અમદાવાદમાં ૨૦૧૯ના ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ અને રનર-અપ ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાશે. ભારતનો પહેલો મુકાબલો ૮ ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયા સાથે ચેન્નઈમાં થશે.

બીસીસીઆઇનું ડ્રાફ્ટ શેડ્યુલ

બીસીસીઆઇએ આઇસીસી સાથે આ વિશ્વકપને લગતું ડ્રાફ્ટ શેડ્યુલ શૅર કર્યું છે. આ શેડ્યુલ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા દેશોના ક્રિકેટ બોર્ડને પહોંચાડવામાં આવ્યું છે અને અઠવાડિયામાં ફાઇનલ શેડ્યુલ જાહેર કરાશે.

ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ મૅચ અમદાવાદમાં

આ ટુર્નામેન્ટની બીજી મોટી ટક્કર કહી શકાય એવી ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડ મૅચ ધરમશાલામાં ૨૯ ઑક્ટોબરે અને ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચેની મૅચ ૪ નવેમ્બરે અમદાવાદમાં રમાશે. ૧૫ અને ૧૬ નવેમ્બરની સેમી ફાઇનલ મુંબઈ અને ચેન્નઈમાં રમાશે. ૧૯ નવેમ્બરની ફાઇનલ પણ અમદાવાદમાં રમાશે.

10
ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનારા ઓડીઆઇ વર્લ્ડ કપમાં આટલા દેશ ભાગ લેશે અને સ્પર્ધામાં કુલ ૪૮ મૅચ રમાશે.

વર્લ્ડ કપમાં ભારતની લીગ મૅચ ક્યારે કોની સામે?

તારીખ    હરીફ    સ્થળ

૮ ઑક્ટોબર    ઑસ્ટ્રેલિયા    ચેન્નઈ
૧૧ ઑકટોબર    અફઘાનિસ્તાન    દિલ્હી
૧૫ ઑક્ટોબર    પાકિસ્તાન    અમદાવાદ
૧૯ ઑક્ટોબર    બંગલાદેશ    પુણે
૨૨ ઑક્ટોબર    ન્યુ ઝીલૅન્ડ    ધરમશાલા
૨૯ ઑક્ટોબર    ઇંગ્લૅન્ડ    લખનઉ
૨ નવેમ્બર    ક્વૉલિફાયર    મુંબઈ
૫ નવેમ્બર    સાઉથ આફ્રિકા    કલકત્તા
૧૧ નવેમ્બર    ક્વૉલિફાયર    બૅન્ગલોર

વર્લ્ડ કપમાં પાકિસ્તાનની મૅચ કોની સામે ક્યાં?

તારીખ    હરીફ    સ્થળ

૬ ઑક્ટોબર    ક્વૉલિફાયર    હૈદરાબાદ
૧૨ ઑકટોબર    ક્વૉલિફાયર    હૈદરાબાદ
૧૫ ઑક્ટોબર    ભારત    અમદાવાદ
૨૦ ઑક્ટોબર    ઑસ્ટ્રેલિયા    બૅન્ગલોર
૨૩ ઑક્ટોબર    અફઘાનિસ્તાન    ચેન્નઈ
૨૭ ઑક્ટોબર    સાઉથ આફ્રિકા    ચેન્નઈ
૩૧ ઑક્ટોબર    બંગલાદેશ    કલકત્તા
૫ નવેમ્બર    ન્યુ ઝીલૅન્ડ    બૅન્ગલોર
૧૨ નવેમ્બર    ઇંગ્લૅન્ડ    કલકત્તા

world cup indian cricket team cricket news ahmedabad pakistan sports news sports