11 November, 2025 11:56 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભારતની બ્લાઇન્ડ વિમેન્સ ટીમ
ભારત-શ્રીલંકામાં વિમેન્સ વન-ડે વર્લ્ડ કપના રોમાંચ બાદ વધુ એક વિમેન્સ વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. દિલ્હીમાં આજે પહેલા બ્લાઇન્ડ વિમેન્સ T20 વર્લ્ડ કપની શરૂઆત થશે. ૬ ટીમ વચ્ચે ટ્રોફી જીતવાનો જંગ ૧૧થી ૨૩ નવેમ્બર વચ્ચે ચાલશે. ભારતમાં દિલ્હી અને બૅન્ગલોરમાં આ વર્લ્ડ કપની મૅચ રમાશે. શ્રીલંકાના કોલંબોને સેમી ફાઇનલ્સ અને ફાઇનલ મૅચની પણ યજમાની મળી છે.
પાકિસ્તાન પોતાની તમામ મૅચ કોલંબોમાં રમશે. ભારત અને શ્રીલંકાની મૅચથી આજે ટુર્નામેન્ટની શરૂઆત થશે. ભારતીય ટીમ ૧૨ નવેમ્બરે ઑસ્ટ્રેલિયા, ૧૪ નવેમ્બરે નેપાલ, ૧૫ નવેમ્બરે યુનાઇટેડ સ્ટેટ્સ અને ૧૬ નવેમ્બરે પાકિસ્તાન સામે ટકરાશે.