૧૯૫૬ ઑલિમ્પિક્સના ટ્રિપલ ગોલ્ડ મેડલિસ્ટ બૉબી જો મોરોનું નિધન

01 June, 2020 04:47 PM IST  |  Mumbai Desk | Agencies

૧૯૫૬ ઑલિમ્પિક્સના ટ્રિપલ ગોલ્ડ મેડલિસ્ટ બૉબી જો મોરોનું નિધન

બૉબી જો મોરો

૧૯૫૬ની ઑલિમ્પિક્સના ટ્રિપલ ગોલ્ડ મેડલિસ્ટ બૉબી જો મોરોનું નિધન થયું છે. તેઓ ૮૪ વર્ષના હતા. મોરોના પરિવારના જણાવ્યા પ્રમાણે તેઓ ટેક્સસમાં પોતાના નિવાસસ્થાને કુદરતી રીતે નિધન પામ્યા છે.

ટેક્સસના હર્લિંગેનમાં જન્મેલા અને સેન બેનિટોમાં ઊછરેલા મોરોને ૧૯૫૦ના દાયકાના સૌથી પ્રભાવશાળી દોડવીર ગણવામાં આવે છે. ૧૯૫૫માં તેઓ અમૅચ્યોર ઍથ્લેટિક્સ યુનિયન ૧૦૦ યાર્ડ ડેશનો ઍવોર્ડ જીત્યા હતા. ત્યાર બાદ ૧૯૫૬માં મેલબર્ન ઑલિમ્પિક્સમાં તેમણે ટ્રિપલ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા. ૨૦.૬ સેકન્ડમાં ૨૦૦ મીટરની દોડ પૂરી કરવાના રેકૉર્ડની પણ તેમણે બરાબરી કરી હતી. મોરો પહેલાં ૧૯૩૬માં જેસ્સી ઑવેન્સ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. ૧૯૫૬માં મળેલા ત્રણ ગોલ્ડ મેડલ બાદ તેમને સ્પોર્ટ્સમૅન ઑફ ધ યરનો ખિતાબ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

sports sports news