વર્લ્ડ બેસ્ટ ફાઇટર પ્લેનને મળ્યા વર્લ્ડ બેસ્ટ ફાઇટર પાઇલટ : ધોની

11 September, 2020 01:28 PM IST  |  Delhi | IANS

વર્લ્ડ બેસ્ટ ફાઇટર પ્લેનને મળ્યા વર્લ્ડ બેસ્ટ ફાઇટર પાઇલટ : ધોની

ધોની

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ડિયન ઍરફોર્સમાં લડાકુ વિમાન રફાલના સમાવેશ બદલ પોતાની ખુશી વ્યક્ત કરી છે. તેનું માનવું છે કે આ વર્લ્ડ બેસ્ટ ફાઇટર પ્લેનને વર્લ્ડ બેસ્ટ ફાઇટર પાઇલટ મળ્યા છે. આ વિશે ટ્વીટ કરતાં ધોનીએ કહ્યું કે ‘છેલ્લી ઇન્ડક્શન સેરેમની બાદ ૪.૫ જનરેશનવાળા આ વર્લ્ડ બેસ્ટ ફાઇટર પ્લેનને વર્લ્ડ બેસ્ટ ફાઇટર પાઇલટ મળ્યા છે. આપણા પાઇલટ અને ઇન્ડિયન ઍરફોર્સના વિવિધ ઍરક્રાફ્ટના સંમિશ્રણથી આપણા દેશની ઘાતકતામાં વધારો થયો છે. ૧૭ સ્ક્વૉડ્રન (ગોલ્ડન ઍરોઝ)ને ઑલ ધ બેસ્ટ અને અમને આશા છે કે મિરાજ ૨૦૦૦નો રેકૉર્ડ તોડવામાં રફાલ સફળ થશે, પણ એસયુ૩૦ એમકેઆઇ મારો ફેવરિટ રહેશે અને આપણા જવાનોને નવા લક્ષ્ય અને યુદ્ધ માટે અપગ્રેડ સુપર સુખોઈ પ્રાપ્ત થઈ રહેશે.’
ગયા મહિને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેનાર મહેન્દ્ર સિંહ ધોનીને લેફ્ટનન્ટ કર્નલની પદવી આપવામાં આવી છે. ઇન્ડિયન ઍરફોર્સે હરિયાણા ખાતેના અંબાલા ઍરબેઝમાં પાંચ રફાલ ફાઇટર જેટને સત્તાવાર રીતે ભારતીય સૈન્યમાં સામેલ કર્યાં છે.

mahendra singh dhoni