જૅમિસન બનશે બેસ્ટ ઑલરાઉન્ડર : સચિન

27 June, 2021 10:23 AM IST  |  New Delhi | Agency

ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડના ઑલરાઉન્ડર કાઇલ જૅમિસને ભારત સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

સચીન તેન્ડુલકર - કાઇલ જૅમિસન

ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડના ઑલરાઉન્ડર કાઇલ જૅમિસને ભારત સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ મૅચમાં સાત વિકેટ લીધી અને પહેલી ઇનિંગ્સમાં ટીમ માટે ૨૧ રન પણ બનાવ્યા હતા. સચિન તેન્ડુલકરે આ ખેલાડી વિશે કહ્યું કે ‘તે કિક્રેટમાં નવાં સોપાન સર કરશે. જૅમિસન શાનદાર બોલર છે. ન્યુ ઝીલૅન્ડની ટીમ માટે તે એક ઉપયોગી ઑલરાઉન્ડર છે. તે ક્રિકેટ વિશ્વમાં શાનદાર ઑલરાઉન્ડર બનવા જઈ રહ્યો છે. તેને ગયા વર્ષે મેં ન્યુ ઝીલૅન્ડમાં જોયો હતો, ત્યારે બૉલ અને બૅટ બન્ને વડે પ્રભાવિત કર્યો હતો.’

sachin tendulkar sports news cricket news