ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ભારતની પહેલી હાર, 10 વિકેટથી જીત્યું ન્યુ ઝીલૅન્ડ

25 February, 2020 07:37 AM IST  |  Wellington

ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ભારતની પહેલી હાર, 10 વિકેટથી જીત્યું ન્યુ ઝીલૅન્ડ

ભારતીય ક્રિકેટ ટીમ

ન્યુ ઝીલૅન્ડની ટીમ ગઈ કાલે ઇન્ડિયા સામે પહેલી ટેસ્ટમાં દસ વિકેટે જીતી ગઈ હતી. પહેલી ઇનિંગમાં ઇન્ડિયા ૧૬૫ રન કરી ઑલ-આઉટ થઈ હતી અને ન્યુ ઝીલૅન્ડની ટીમે પહેલી ઇનિંગમાં ૩૪૮ રન બનાવ્યા હતા. ત્રીજા દિવસના અંતે બીજી ઇનિંગમાં ઇન્ડિયાના અજિંક્ય રહાણે ૨૫ અને હનુમા વિહારી ૧૫ રને રમી રહ્યા હતા. ઇન્ડિયાએ ત્રીજા દિવસના અંતે ચાર વિકેટે ૧૪૪ રન કર્યા હતા. ચોથા દિવસની શરૂઆતમાં રહાણે ચાર રન કરી ટોટલ ૨૯ રન પર આઉટ થયો હતો. વિહારી એક પણ રન કર્યા વગર આઉટ થયો હતો. ત્યાર બાદ રિષભ પંતે ૨૫ રન કર્યા હતા. જોકે વિકેટ પડતી રહેતાં તેઓ ચોથા દિવસે ફક્ત ૪૭ રન જ કરી શક્યા હતા. ન્યુ ઝીલૅન્ડની ટીમ બીજી ઇનિંગમાં નવ રન બનાવી વિજતા બની ગઈ હતી. તેઓ દસ વિકેટથી પહેલી ટેસ્ટ મૅચ જીતી ગયા હતા. ઇન્ડિયાની બીજી ઇનિંગમાં ટીમ સાઉધી અને ટ્રેન્ટ બોલ્ટ ઘાતક સાબિત થયા હતા. તેમણે અનુક્રમે પાંચ અને ચાર વિકેટ લીધી હતી. ટીમ સાઉધીએ ટોટલ નવ વિકેટ લીધી હોવાથી તેને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

test cricket virat kohli india new zealand cricket news sports news wellington