ફિલ્મ '83ની ટીમને ટ્રેનિંગ આપી રહ્યા છે અમરનાથ અને બલવિંદર સિંહ

08 April, 2019 09:19 PM IST  | 

ફિલ્મ '83ની ટીમને ટ્રેનિંગ આપી રહ્યા છે અમરનાથ અને બલવિંદર સિંહ

ફિલ્મ 1983ની વર્લ્ડ કપ જીતની સ્ટોરી '83

પૂર્વ ભારતીય ક્રિકેટર મોહિંદર અમરનાથ અને બલવિંદર સિંહ ભારતની 1983 વર્લ્ડ કપ આધારિત બની રહેલી ફિલમની મદદ માટે આગળ આવ્યા છે. આ ફિલ્મનેકબીર ખાન દ્વારા ડિરેક્ટ અને રિલાયન્સ એન્ટરટેનમેનટ દ્વારા પ્રોડ્યુસ્ડ કરવામાં આવી રહી છે. રિલાયન્સ એન્ટરટેનમેન્ટે ટ્વિટર પર એક પોસ્ટ શૅર કરી હતી જેમા લખ્યું હતું કે, 'જ્યારે મોહિંદર અમરનાથ અને બલવિંદર સિંહ તમારી સાથે હોય તો કોઈ પહાડ ઉચો નથી.


રણવીર સિંહ જોવા મળશે કપિલ દેવના રોલમાં

ફિલ્મમાં સાકિબ સલીમ અમરનાથની ભૂમિકા નિભાવી રહ્યા છે જ્યારે એમી વિર્ક પૂર્વ ફાસ્ટ બોલર બલવિંદર સિંહની ભૂમિકા ભજવી રહ્યા છે. રણવીર સિંહ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. રણવીર સિંહ 1983ની ટીમના કેપ્ટન કપિલ દેવની ભૂમિકા ભજવશે. હાલ ટીમની સ્ટાર કાસ્ટ મોહિંદર અમરનાથ અને બલવિંદર સિંહની અંડરમાં ટ્રેનિગ લઈ રહી છે અને પોતાને રોલ પ્રમાણે તૈયાર કરી રહી છે. હમણા જ રણવીર સિંહે ધરમશાળામાં કપિલ દેવ સાથેના ટ્રેનિંગના ફોટોઝ શૅર કર્યા હતા.

 

આ પણ વાંચો: Watch Video: IPL 2019ના પંજાબી રંગમા રંગાયો ગેલ, સ્ટેડિયમ પહોચતા કર્યા ભાંગડા

 

ફિલ્મ 1983ની વર્લ્ડ કપ જીતની સ્ટોરી '83

ફિલ્મ '83 ભારતીય ટીમની પહેલા વર્લ્ડ કપ જીતની સ્ટોરી છે. આ ફિલ્મ દ્વારા કબીર ખાન 1983ની યાદોને ફરી તાજા કરાવવા જઈ રહ્યા છે. ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2020ની એપ્રિલમાં રિલીઝ થશે જેને લઈને તૈયારીઓ હમણાથી જ શરુ કરી દેવામાં આવી છે જેને જોઈને લાગી રહ્યું છે કે કબીર ખાન ફિલ્મને લઈને કોઈ બાંધછોડ કરવા માગતા નથી.

Ipl 2019 kapil dev ranveer singh