Watch Video: IPL 2019ના પંજાબી રંગમા રંગાયો ગેલ, સ્ટેડિયમ પહોચતા કર્યા ભાંગડા

Apr 08, 2019, 20:31 IST

સોશિયલ મીડિયા પર ક્રિસ ગેલનો એક વીડિયો વાયરલ થયો હતો જેમા ક્રિસ ગેલ મસ્તીના અંદાજમાં દેખાયો હતો. પંજાબની ટીમ જ્યારે મોહાલીના મેદાન પર આવી ત્યારે ભાંગડા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. કેરેબિયન પ્લેયર ક્રિસ ગેલે પણ આ ભાંગડાની મોજ માણી હતી.

Watch Video: IPL 2019ના પંજાબી રંગમા રંગાયો ગેલ, સ્ટેડિયમ પહોચતા કર્યા ભાંગડા
સ્ટેડિયમ પહોચતા કર્યા ભાંગડા

મોહાલીના મેદાન પર પંજાબ અને હૈદરાબાદ વચ્ચે ipl 2019ની 22મી મેચ રમાઈ રહી છે. મેચના બધા જ પ્લેયર્સ મેદાન પર પહોચ્યા હતા ત્યારે ક્રિસ ગેલ અલગ અંદાજમાં જ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર ક્રિસ ગેલનો એક વીડિયો વાયરલ થયો હતો જેમા ક્રિસ ગેલ મસ્તીના અંદાજમાં દેખાયો હતો. પંજાબની ટીમ જ્યારે મોહાલીના મેદાન પર આવી ત્યારે ભાંગડા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. કેરેબિયન પ્લેયર ક્રિસ ગેલે પણ આ ભાંગડાની મોજ માણી હતી અને ભાંગડા કર્યા હતા.

ક્રિસ ગેલ સ્વભાવે શાંત છે પણ મસ્તી કરવામાં તે હમેશા આગળ જોવા મળે છે. ટીમના ડ્રેસિંગ રુમમા પણ ગેલ ઘણીવાર મસ્તી કરતા જોવા મળે છે. પંજાબ તરફથી રમી રહેલો ક્રિસ ગેલ આ વખતે ફોર્મમાં છે અને દર્શકોને તેની બેટિંગ સાથે મનોરંજન કરાવતો રહ્યો છે. પણ ક્રિસ ગેલ આ વખતે બેટ સાથે નહી પણ તેની પોતાની સ્ટાઈલમાં ભાંગડા રમતા જોવા મળ્યો છે.

 

આ પણ વાંચો: આજે પંજાબ પાસે હૈદરાબાદને નમાવવાની તક

 

આજે મોહાલીના મેદાન પર હૈદરાબાદ અને પંજાબ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ વર્ષે પંજાબની 12મી સીઝનની સફર અત્યાર સુધીની સારી રહી છે તેમા ક્રિસ ગેલનું તોફાન પણ જોવા મળ્યું છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK