મોટા ભાઇને કોરોના પૉઝિટીવ આવતા ક્રિકેટર સૌરવ ગાંગુલી હોમ ક્વોરેન્ટાઇન

16 July, 2020 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મોટા ભાઇને કોરોના પૉઝિટીવ આવતા ક્રિકેટર સૌરવ ગાંગુલી હોમ ક્વોરેન્ટાઇન

ફાઇલ તસવીર

ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના (Sourav Ganguly) મોટાભાઇ સ્નેહાશીષ ગાંગુલી નો કોરોના પૉઝિટીવ (Corona Positive) આવ્યો હોવાથી સૌરવ ગાંગુલી હોમ ક્વોરેન્ટાઇન થયા છે. સેન્હાશીષ ગાંગુલી ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળ (Cricket Association of Bengal – CAB) ના જોઇન્ટ સેક્રેટરી છે. બંગાળ રણજી ટીમના ભૂતપૂર્વ ખેલાડી સ્નેહાશિષને હૉસ્પિટલાઇઝ કરાયા છે. કેબનાં એક અધિકારીએ PTIને જણાવ્યું કે સ્નેહાશિષને છેલ્લા કેટલાક દિવસથી તાવ હતો અને બુધવારે તેમનો કોરોનાનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હતો ત્યાર બાદ તેમને હૉસ્પટિલાઇઝ કરાયા.

ગાંગુલીના નજીકના એક સૂત્રએ કહ્યું કે, 'રિપોર્ટ મોડી સાંજે આવ્યો છે. હેલ્થ પ્રોટોકોલને લીધે, ગાંગુલીને ચોક્કસ સમય સુધી હોમ ક્વોરેન્ટાઇન કરવું પડશે. જોકે, આ મુદ્દે ગાંગુલી સાથે કોઈ વાત થઈ નથી.

sourav ganguly coronavirus covid19