આજે ટેસ્ટ-ક્રિકેટે પૂરાં કર્યાં 142 વર્ષ

15 March, 2019 11:59 AM IST  |  | ચિરાગ દોશી

આજે ટેસ્ટ-ક્રિકેટે પૂરાં કર્યાં 142 વર્ષ

પ્રતીકાત્મક તસવીર

૧૮૭૭ની ૧૫ માર્ચનો દિવસ ટેસ્ટ-ક્રિકેટ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. આ દિવસે સૌપ્રથમ ટેસ્ટ-મૅચ રમાઈ હતી. ફ્લેશબૅકમાં જઈએ તો, ટેસ્ટ-ક્રિકેટની શરૂઆતમાં ઓવરની સંખ્યા દરેક દેશમાં અલગ-અલગ હતી. બૅટની સાઇઝમાં ધીરે-ધીરે પરિવર્તન આવ્યું છે. પહેલી ટેસ્ટ ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. પહેલી ટેસ્ટ-સેન્ચુરી ઑસ્ટ્રેલિયાના ચાર્લ્સ બેનરમૅને આ જ ટેસ્ટમાં બનાવી હતી. ઑસ્ટ્રેલિયાના સર ડૉન બ્રૅડમૅને પોતાની અદ્ભુત ૨૯ સેન્ચુરી ઇનિંગ્સ અનક્વર્ડ પિચ પર બનાવી હતી. એ વખતે આજની જેમ બાઉન્સરો પર નિયંત્રણ નહોતું. ૧૯૩૦માં ડગલ્સ ર્જાડિનની બૉડી-લાઇનની બોલિંગ સામે બ્રૅડમૅને ટ્પિલ સેન્ચુરી ફટકારી હતી. આવાં પરાક્રમો આજના T૨૦ યુગમાં શક્ય છે?

આ પણ વાંચો : ફરી મુશ્કેલીમાં મુકાયા બૉલર મોહમ્મદ શમી, ફાઈલ થઈ ચાર્જશીટ

સી. કે. નાયડુની કૅપ્ટન્સીમાં ભારતે પોતાની પહેલી ટેસ્ટ ૧૯૩૨ની ૨૫ જૂને ઐતિહાસિક લૉર્ડ્સ ગ્રાઉન્ડ પર રમી હતી. ભારતને ૫૩૩ ટેસ્ટમાં ૧૫૦ જીત અને ૧૬૫ હાર મળી છે. ચેન્નઈનું ચૅપોક ગ્રાઉન્ડ ભારતે રમેલી એકમાત્ર ઐતિહાસિક ટાઇ-ટેસ્ટનું સાક્ષી બન્યું છે. ભારતરત્ન સચિન તેન્ડુલકર હાઇએસ્ટ ટેસ્ટ-સેન્ચુરી, હાઇએસ્ટ હાફ-સેન્ચુરી, હાઇએસ્ટ ટેસ્ટ અને હાઇએસ્ટ ઇનિંગ્સ રમવાનો વર્લ્ડ રેકૉર્ડ ધરાવે છે. અત્યાર સુધીમાં ૨૩૫૦ ટેસ્ટ રમાઈ ચૂકી છે અને આજથી ઉત્તરાખંડમાં અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે ૨૩૫૧મી ટેસ્ટ રમાશે.

ireland afghanistan test cricket cricket news sports news