ફરી મુશ્કેલીમાં મુકાયા બૉલર મોહમ્મદ શમી, ફાઈલ થઈ ચાર્જશીટ

Mar 14, 2019, 18:30 IST

શમી સામે IPCની કૉલમ 498 એ અંતર્ગત દહેજ માટે સતામણી અને કલમ 354 A અંતર્ગત યૌન શોષણ મામલે ચાર્જશીટ ફાઈલ થઈ છે.

ફરી મુશ્કેલીમાં મુકાયા બૉલર મોહમ્મદ શમી, ફાઈલ થઈ ચાર્જશીટ
ફાસ્ટ બૉલર મોહમ્મદ શમી

ઈન્ડિયન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની મુશ્કેલીઓ અટકી નથી રહી. મોહમ્મદ શમી વિરુદ્ધ હવે દહેજ ઉત્પીડન અને યૌન શોષણ મામલે ચાર્જશીટ ફાઈલ થઈ છે. શમી સામે IPCની કૉલમ 498 એ અંતર્ગત દહેજ માટે સતામણી અને કલમ 354 A અંતર્ગત યૌન શોષણ મામલે ચાર્જશીટ ફાઈલ થઈ છે. કોલકાતા પોલીસે શમીની પત્ની હસીન જહાંની ફરિયાદ પર તપાસ કર્યાના એક વર્ષ બાદ ચાર્જશીટ દાખલ કરી છે. આ પહેલા ગત વર્ષે જ્યારે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા પ્રવાસેથી પાછી ફરી હતી ત્યારે હસીન જહાંએ શમી પર જુદી જુદી મહિલાઓ સાથે સંબંધ બનાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

શમીએ પાછલા કેટલાક દિવસોમાં ટીમ ઈન્ડિયા શાનદાર પ્રદર્શન કર્યું છે. ટેસ્ટમાં જબરજસ્ત પ્રદર્શન બાદ તેઓ વન ડે ટીમમાં પણ સિલેક્ટ થયા. અને વર્લ્ડ કપની ટીમમાં પણ સિલેક્ટ થાય તેવી શક્યતા છે. જો કે વર્લ્ડ કપ પહેલા શમી IPL રમશે, પરંતુ હવે ચાર્જશીટ દાખલ થયા બાદ શમીના IPLમાં રમવા પર પ્રશ્નાર્થ સર્જાયો છે. સાથે જ જો કેસ લાંબો ચાલે કે પગલાં લેવાય તો શમી વિશ્વકપમાં પણ ભાગ લેશે કે નહીં તે સવાલ છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ IPL પહેલા જ શમી અને તેમની પત્નીના વણસેલા સંબંધોનો ખુલાસો થયો હતો, જેને કારણે શમી ખાસ્સા ટ્રોલ પણ થયા હતા. BCCIએ પ્રતિબંધ મૂકવાને કારણે શમી આઈપીએલમાં પણ ખાસ મેચ નહોતા રમ્યા. જો કે નિર્દોષ સાબિત થયા બાદ તેમની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ હતી. જો કે આ દરમિયાન તેમની પત્નીએ જુદી જુદી રીતે પરેશાન કરવાની કોશિશ કરી. હસીન જહાંએ શમી પર મેચ ફિક્સિંગ જેવા આરોપ પણ લગાવ્યા હતા. જો કે BCCIએ શમીને ક્લીન ચીટ આપી હતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK