અંબાતી રાયડૂને મળી આ ટીમની કપ્તાની, ખુલી શકે છે ભારતીય ટીમના દ્વાર

14 September, 2019 03:01 PM IST  |  હૈદરાબાદ

અંબાતી રાયડૂને મળી આ ટીમની કપ્તાની, ખુલી શકે છે ભારતીય ટીમના દ્વાર

અંબાતી રાયડૂને મળી આ ટીમની કપ્તાની

વર્લ્ડ કપ ટીમમાં ત્રણ વાર સિલેક્શન ન થતા અંબાતી રાયડૂએ ગુસ્સામાં આવીને ક્રિકેટને અલવિદા કહી દીધું હતું, જો કે કેટલાક દિગ્ગજ ખેલાડીઓએ સમજાવ્યા બાદ અંબાતી રાયડૂએ સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયા માટે લાંબા સમય સુધી ક્રિકેટ રમનારા અંબાતી રાયડૂ માટે ભારતીય ટીમના દરવાજા ફરી ખુલ્યા છે.

સંન્યાસનો નિર્ણય પાછો લીધા બાદ રાયડૂને હૈદરાબાદની ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. તેઓ વિજય હજારે ટ્રોફીમાં હૈદરાબાદની આગેવાની કરતા નજર આવશે. જણાવી દઈએ કે અંબાતી રાયડૂને વર્લ્ડ કપ 2019 માટે નંબર ચારના પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા, જો કે ટીમના સિલેક્ટર્સે અંબાતી રાયડૂની જગ્યાએ વિજય શંકર અને પછી રિષભ પંતને પ્રાધાન્ય આપ્યું હતું.

3D વાળું ટ્વીટ હતું વિવાદોનું કારણ
જમણેરી બેટ્સમેન અંબાતી રાયડૂનું જ્યારે ભારતીય ટીમમાં સિલેક્શન નહોતું થયું ત્યારે તેમણે 3D વાળું ટ્વીટ કર્યું હતું, જે ઘણું વાયરલ થયું હતું. કદાચ એ જ કારણ રહ્યું કે ટીમના મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદે અંબાતી રાયડૂને વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડ નહોતો મોકલ્યો, કારણ કે તેમણે જ વિજય શંકરને 3D પ્લેયર જણાવ્યા હતા. જે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ બધું કરી શકે છે.

33 વર્ષના રાયડૂને લઈને હૈદરાબાદના ક્રિકેટ એસોસિયેશને કહ્યું હતું કે, તેમણે સંન્યાસનો નિર્ણય પાછો લીધો છે અને તેઓ અમારી સ્થાનિક ટૂર્નામેન્ટ રમી શરશે. એચસીએએ જણાવ્યું કે અંબાતી રાયડૂએ ભાવુક થઈને સંન્યાસ લેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હવે તે સિલેક્શન માટે તૈયાર છે. અને આ જ કારણ છે કે હૈદરાબાદ રાજ્ય ક્રિકેટ સંઘે રાયડૂને પોતાની ટીમના કેપ્ટન બનાવ્યા છે.

આ પણ જુઓઃ જ્યારે ઓજસ રાવલે ટોરેન્ટોની ધરતી સજીવન કર્યા ગાંધીજીને....

24 સપ્ટેમ્બરે છે પહેલો મેચ
વિજય હઝારે ટ્રોફી માટે હૈદરાબાદની ટીમનો પહેલો મેચ 2 સપ્ટેમ્બરે છે. કર્ણાટકની ટીમની સામે અંબાતી રાયડૂ હૈદરાબાદની ટીમની આગેવાની કરતા નજર આવી રહ્યા છે.

ambati rayudu hyderabad