ટિમ પેઇનનો દાવો, ભારત માટે અઘરી રહેશે વન-ડે સિરીઝ

23 November, 2020 01:32 PM IST  |  New Delhi | Agencies

ટિમ પેઇનનો દાવો, ભારત માટે અઘરી રહેશે વન-ડે સિરીઝ

ટિમ પેઇન

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝ ૨૭ નવેમ્બરથી શરૂ થવાની છે. એવામાં ઑસ્ટ્રેલિયા ટેસ્ટ ક્રિકેટ ટીમના કપ્તાન ટિમ પેઇને દાવો કર્યો છે કે મહેમાન ટીમ માટે આ વન-ડે સિરીઝ સરળ નહીં રહે. ટિમ પેઇન ઑસ્ટ્રેલિયાની વન-ડે ક્રિકેટ ટીમનો હિસ્સો નથી.
વાસ્તવમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા રિલીઝ કરવામાં આવેલા એક ટીઝરમાં ટિમ પેઇન ભારતીય પ્રશંસકોને પોતાની ટીમનું સમર્થન કરવા વિશે પૂછી રહ્યો છે. ટિમ પેઇન કહે છે કે ‘હેલો ઇન્ડિયા, શું તમે આ વર્ષની સૌથી મોટી ક્રિકેટ સિરીઝ માટે તૈયાર છો? ભારતીય ખેલાડીઓ માટે આ મેદાન પર ઘણું અઘરું સાબિત થવાનું છે. ૨૭ નવેમ્બરથી આ સિરીઝને સોની સ્પોર્ટ્સ પર લાઇવ જોજો.’
હાલના તબક્કામાં ટિમ પેઇન સહિત અન્ય કેટલાક ઑસ્ટ્રેલિયન પ્લેયર સેલ્ફ આઇસોલેશનમાં દિવસો પસાર કરી રહ્યા છે. ત્રણ વન-ડે ઉપરાંત બન્ને ટીમ વચ્ચે ત્રણ ટી૨૦ અને ચાર ટેસ્ટ મૅચની સિરીઝ રમાશે.

virat kohli australia cricket news