પાણીમાં તરતો દેખાયો પીળા રંગનો કાચબો, જુઓ વીડિયો

20 July, 2020 08:06 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

પાણીમાં તરતો દેખાયો પીળા રંગનો કાચબો, જુઓ વીડિયો

પીળા કલરનો કાચબો

ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરથી 196 કિલોમીટર દૂર બાલાસોર જિલ્લાના એક ગામમાં એક પીળા કલરનો કાચબો મળ્યો છે. પીળા કાચબાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોની સાથે સાથે વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઇન્ડિયન ફૉરેસ્ટ ઑફિસર (IFS) સુશાંત નંદા(Sushant Nanda)એ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શૅર કર્યો છે. સાથે જ કૅપ્શનમાં લખ્યું, કાલે ઓરિસ્સાના બાલાસોરમાં એક દુર્લભ પીલા કલરના કાચબાને બચાવવામાં આવ્યો છે. કદાચ આ એક એલ્બિનો હતો. અને થોડોક સમય પહેલા સિંધના સ્થાનિકોએ આ પ્રકારના કાચબાનો ઉલ્લેખ કર્યો હતો.

આ વીડિયોમાં દેખાય છે કે કાચબાનો રંગ સંપૂર્ણપણે પીળો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથેની ખાસ વાતચીતમાં વન્યજીવ વાર્ડન ભાનુમિત્ર આચાર્યએ કહ્યું કે મેં આજ પહેલા ક્યારેય આ પ્રકારનો કાચબો નથી જોયો. તે આગળ જણાવે છે કે રવિવારના દિવસે બાલાસોર જિલ્લાના સુજાનપુર ગામના સ્થાનિક લોકો દ્વારા પીળા કલરના કાચબાને બચાવવામાં આવ્યો હતો. અને પછી ફૉરેસ્ટ ઑફિસર અધિકારીઓને બોલાવીને તેમને સોંપી દેવામાં આવ્યો.

જુઓ વાયરલ વીડિયો

તમે આ વાયરલ વીડિયોમાં જોઇ શકો છો કે કેવી રીતે આ પીળો કાચબો પાણીની અંદર તરી રહ્યો છે. ફૉરેસ્ટ ઑફિસર સુશાંતે લખ્યું છે કે તમે જરાક આ કાચબાને ધ્યાનથી જુઓ તો તમને તેની ગુલાબી રંગની આંખો પણ દેખાશે.

જણાવવાનું કે આ વીડિયો શૅર થયા પછીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુદી 15 હજારથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. તો આ વીડિયો પર 100થી વધારે કોમેન્ટ્સ આવી ચૂકી છે. તો 200થી વધુ રિટ્વીટ અને હજારથી વધારે લાઇક્સ મળી ચૂક્યા છે.

આ પણ જુઓ : જાણો વિશ્વના કેટલાક એવા સાપ અને તેમની પ્રજાતિઓ વિશે જે છે ખૂબ જ સુંદર

એએનઆઇના રિપોર્ટ પ્રમાણે ગયા મહિને ઓરિસ્સાના મયૂરભંજ જિલ્લાને દેઉલી ડેમમાં માછીમારો દ્વારા ટ્રાયોનિડીએ કાચબાની એખ દુર્લભ પ્રજાતિ પકડી પાડવામાં આવી હતી. કાચબો પછી ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને બોલાવીને સોંપી દેવામાં આવ્યો હતો. આ કાચબાને Trionychidae softshell નામે ઓળખવામાં આવે છે. ફક્ત એટલું જ નહીં આફ્રિકા, એશિયા અને ઉત્તરી અમેરિકામાં જોવા મળે છે. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ પ્રમાણે આ કાચબાનું વજન 30 કિલોગ્રામથી વધારે હતું અને સાથે જ તમને જણાવીએ કે આ કાચબો લગભગ 50 વર્ષનો થયો હતો.

offbeat news national news