અહીંથી ચોરાઈ ગયું ટોઈલેટનું કમોડ, કારણ જાણીને ચોંકી જશો !

16 September, 2019 03:36 PM IST  |  ઈંગ્લેન્ડ

અહીંથી ચોરાઈ ગયું ટોઈલેટનું કમોડ, કારણ જાણીને ચોંકી જશો !

સોનાનું ટોઈલેટ

દેશમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શૌચાલય બનાવવાનું અભિયાન શરૂ કરાયું છે. દેશના અનેક વિસ્તારોમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં શૌચાલય બનાવાઈ રહ્યા છે. આ માટે સરકાર મદદ પણ કરી રહી છે. હજીય કેટલાક વિસ્તારો એવા છે જ્યાં લોકો ખુલ્લામાં શૌચ માટે જાય છે. આ શૌચાલયની વાત એટલા માટે આવી કે વિદેશમાં વિચિત્ર ઘટના સામે આવી છે. તમે જાતભાતની ચોરી વિશે અને ચોરી કરવાની રીત વિશે સાંભળ્યું હશે વાંચ્યું હશે. પરંતુ ઈંગ્લેન્ડમાં ટોઈલેટનું કમોડ ચોરાવાની ઘટના બની છે.

જી હાં, ચોર ટોઈલેટનું કમોડ ચોરી ગયો. આ સાંભળીને તમને આશ્ચર્યનો ઝટકો લાગ્યો હશે. અને સવાલ થયો હશે કે ભઈ આખરે ટોઈલેટનું કમોડ કેમ કોઈ ચોરી જાય. પણ અહીં જ ચોરે પોતાનું દિમાગ કામે લગાવ્યું છે. આ ચોરાયેલા ટોઈલેટની કિંમત છે 35 કરોડ રૂપિયા. હા ભઈ હા આ કમોડ 35 કરોડ રૂપિયાનું છે. કારણ કે જે ટોઈલેટ ચોરી થયું છે તે કોઈ સામાન્ય ટોઈલેટ નથી. આખું સોનાનું બનેલું આ ટોઈલેટ દુનિયાનું સૌથી મોંઘુ ટોઈલેટ છે. જેને ઈટાલીના કલાકાર મૉરિજીયો કૈટેલને તૈયાર કર્યું હતું.

આ ટોઈલેટમાં 18 કેરેટ સોનાનો ઉપયોગ થયો હતો. તેમાં તમામ પ્રકારની સુવિધા હતી. સોનાનું આ કમોડ ઈંગ્લેન્ડ ઓક્સફોર્ડશાયરના બ્લેનહોમ પેલેસમાં એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યું હતું. આ ટોઈલેટનું નામ અમેરિકા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ટોઈલેટની ચોરી 14 સપ્ટેમ્બરે સવારે 4 વાગીને 50 મિનિટે થઈ. તેનો ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે ટોઈલેટ રૂમમાંથી પાણી બહાર આવવા લાગ્યું. પોલીસે આ 66 વર્ષના વ્યક્તિની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ વરસાદ અટકાવવા માટે કરાવ્યા દેડકા-દેડકીના ડિવોર્સ !

અમેરિકા નામના આ ટોઈલેટને સૌથી પહેલા 2016માં ન્યૂયોર્ક સિટીમાં પ્રદર્શિત કરાયું હતું. આ ટોઈલેટ લોન પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ ઓફર કરાયું હતું.

offbeat news hatke news england