વિશ્વવિખ્યાત ઘેટાંનું થયું મૃત્યુ, આ કારણે ગિનિસ બુકમાં નોંધાયું નામ

24 October, 2019 03:56 PM IST  |  મુંબઈ ડેસ્ક

વિશ્વવિખ્યાત ઘેટાંનું થયું મૃત્યુ, આ કારણે ગિનિસ બુકમાં નોંધાયું નામ

તમે એવા ઘણાં રેકૉર્ડ્સ વિશે સાંભળ્યું હશે, જેને બનાવવા માટે અનેક લોકો પોતાનું નામ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાવવામાં આવ્યો. ગિનિસ બુકમાં પોતાનું નામ નોંધાવવા માટે લોકો બધી હદો વટાવી દે છે, કેટલાક લોકો માટે તો આ એક જનૂન બની જાય થે, પણ રસપ્રદ વાત એ છે કે આ બુકમાં માનવીઓ દ્વારા બનાવવામાં આવેલા કીર્તિમાનોની સાથે-સાથે તેવા કીર્તિમાનોનો પણ ઉલ્લેખ થાય છે જેને જાનવરે બનાવ્યો હોય.

અહીં વાત થઈ રહી છે 41 કિલો ઉન આપનારા ઘેટાંની, જેનું નામ ક્રિસ હતું. ક્રિસે 2015ની સાલમાં સૌથી વધારે ઉન આપવાનો રેકૉર્ડ બનાવ્યો હતો અને આ માટે ક્રિસનું નામ ગિનિસ બુકમાં પણ નોંધાવવામાં આવ્યું. હજી સુધી ક્રિસે બનાવેલો રેકૉર્ડ કોઇ પણ ઘેટાંએ તોડ્યું નથી.

દુઃખની વાત એ છે કે ઑસ્ટ્રેલિયામાં 41 કિલો ઉન આપનાર વિશ્વવિખ્યાત ઘેટાંનું મૃત્યુ થઈ ગયું છે. ક્રિસના શરીર પરથી 41 કિલો ઉન ઉતારવામાં આવ્યું હતું. હકીકતે, વધારે વજન હોવાને કારણે ક્રિસના જીવને જોખમ ઊભું થયું, જેના પછી તેના વાળ કાપવામાં આવ્યા અને તેમાંથી નીકળેલા ઉને રેકૉર્ડ બનાવ્યો.

આ ઘટનાની માહિતી ફેસબુક પર શૅર કરવામાં આવી કે તરત જ લોકોએ પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું. ક્રિસની સંભાળ રાખનારી સંસ્થા સાઉથ વેલ્સ ફર્મે ક્રિસના મૃત્યુ વિશે વાત કરતાં જણાવ્યું તે ઊંમર વધવાને કારણે ક્રિસનું મૃત્યુ થયું છે. લિટલ ઓક સેન્ચુરી દ્વારા આપેલા નિવેદનમાં કહેવાયું છે કે, "પ્રેમાળ, બુદ્ધિમાન અને મૈત્રીથી ભરપૂર આ આત્માની વિદાયથી અમે ખૂબ જ દુઃખી છીએ."

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

ક્રિસ મરીનો પ્રજાતિનો ઘેટો હતો અને આ પ્રજાતિના ઘેટાંઓના ઊંમર લગભગ 10 વર્ષની હોય છે. ક્રિસની ઊંમર પણ 10 વર્ષની નજીક હતી. ક્રિસના મૃત્યુ પર તેનું રક્ષણ કરનારી સંસ્થા દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવાયું કે તે સ્ટાફ માટે તે ફક્ત એક ઘેટાં કરતાં વધારે હતો. ચાર વર્ષથી તેની નિયમિત સંભાળ થઈ રહી હતી અને અમે ક્યારે વિચાર્યું પણ ન હતું કે અમે તેને ખોઇ દેશું. વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યા પછી અનેક લોકોએ તેને દત્તક લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

national news offbeat news