દુનિયાનું સૌથી મોટું સાઇકલ પાર્કિંગ ખૂલ્યું નેધરલૅન્ડ્સમાં

23 August, 2019 09:55 AM IST  |  નેધરલૅન્ડ્સ

દુનિયાનું સૌથી મોટું સાઇકલ પાર્કિંગ ખૂલ્યું નેધરલૅન્ડ્સમાં

દુનિયાનું સૌથી મોટું સાઇકલ પાર્કિંગ ખૂલ્યું નેધરલૅન્ડ્સમાં

પ્રદૂષણ ઘટાડવા માટેની લડાઈમાં નેધરલૅન્ડ્સ અનેક રીતે પ્રયોગો કરી રહ્યું છે. આ દેશની વસ્તી છે લગભગ ૧.૮૧ કરોડ જેટલી. અહીંના લોકો પાસે કાર હોય કે ન હોય, સાઇકલ જરૂર હોય છે. નેધરલૅન્ડ્સમાં ૧.૬૦ કરોડ લોકો પાસે સાઇકલ છે. યુટ્રેશ શહેરમાં છેલ્લાં બે વર્ષથી ત્રણ માળનું એક બિલ્ડિંગ બની રહ્યું હતું જેમાં ૧૨,૫૦૦ સાઇકલ પાર્ક કરવાની જગ્યા છે. અહીં રાખેલા સ્ટેન્ડમાં એક પર એક સાઇકલોની થપ્પી કરી દઈ શકાય એમ છે. ૨૪ કલાક ખુલ્લી રહેતી આ ફ્રી પાર્કિંગની સુવિધા રેલવે સ્ટેશન પાસે જ છે. આ પાર્કિંગ સ્ટેશન રોજ ટ્રેનમાં સફર કરનારા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. અહીં ડિજિટલ સાઇકલ સ્પેસ ઇન્ડિકેશન સિસ્ટમ પણ છે જેને કારણે યાત્રીઓને ખાલી જગ્યા ક્યાં છે એ શોધવામાં પણ સરળતા રહે છે.

આ પણ જુઓઃ Ishani Daveના આ ફોટોસ જોઈને તમને પણ થશે બિસ્તરા પોટલાં બાંધીને ફરવા જવાનું મન

દેશની વસ્તીના પ્રમાણમાં સૌથી વધુ સાઇકલ વપરાતી હોય એવા ટૉપ ફાઇવ દેશો યુરોપમાં જ આવેલા છે. નેધરલૅન્ડ્સ એમાં સૌથી મોખરે છે. એ પછી ડેન્માર્કમાં ૫૭ લાખની વસ્તી સામે ૪૫ લાખ સાઇકલો છે. જર્મનીમાં ૮.૩૫ કરોડની સામે ૬.૨૦ કરોડ સાઇકલ છે, સ્વીડનમાં ૯૦.૪૧ લાખ લોકોની સામે ૬૦ લાખ સાઇકલ અને નૉર્વેમાં ૫૪ લાખ લોકોની સામે ૩૪ લાખ સાઇકલો છે. 

netherlands offbeat news hatke news