ન્યુઝપેપરમાંથી સાડી બનાવીને પહેરી લીધી

09 December, 2024 02:11 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પાર્વતી નામની એક આર્ટ ઍન્ડ ક્રાફ્ટ એક્સપર્ટ મહિલાએ સોશ્યલ મીડિયા પર ન્યુઝપેપરની સાડી બનાવીને તરખાટ મચાવી દીધો છે. વાત એમ હતી કે પાર્વતીએ એક સાડીની દુકાને ન્યુઝપેપર પ્રિન્ટવાળી સાડી જોઈ.

પાર્વતી નામની એક આર્ટ ઍન્ડ ક્રાફ્ટ એક્સપર્ટ મહિલાએ સોશ્યલ મીડિયા પર ન્યુઝપેપરની સાડી બનાવી

પાર્વતી નામની એક આર્ટ ઍન્ડ ક્રાફ્ટ એક્સપર્ટ મહિલાએ સોશ્યલ મીડિયા પર ન્યુઝપેપરની સાડી બનાવીને તરખાટ મચાવી દીધો છે. વાત એમ હતી કે પાર્વતીએ એક સાડીની દુકાને ન્યુઝપેપર પ્રિન્ટવાળી સાડી જોઈ. તેને થયું કે આવી સાડી ખરીદવાને બદલે ઘરે જ રિયલ ન્યુઝપેપરમાંથી જ સાડી આરામથી બનાવીએ તો કેવું? તેણે કમર કસી. સ્થાનિક ન્યુઝપેપર્સને ગુંદરથી ચીપકાવીને એમાંથી સાડી બનાવી, પાટલીઓ પાડી અને છેડો પણ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં પાછળ લીધો. કાગળમાંથી જ તેણે ટ્યુબ બ્લાઉઝ બનાવ્યું અને પહેરી લીધી. આ સાડી અને બ્લાઉઝ તેણે માત્ર ચાર કલાકમાં બનાવી લીધાં. સોશ્યલ મીડિયા પર આ વિડિયોને પચીસ લાખથી વધુ લોકોએ જોઈને ઇકો-ફ્રેન્ડ્લી ઑપ્શન ક્રીએટ કરવા બદલ વખાણ્યો છે.

fashion fashion news national news news offbeat news social media viral videos