ડૉગની યાદમાં એની રાખમાંથી હાથ પર ટૅટૂ બનાવડાવ્યું

27 September, 2022 11:33 AM IST  |  Birmingham | Gujarati Mid-day Correspondent

આ ટૅટૂ માટે ડૉગની રાખને ઇન્ક સાથે મિક્સ કરવામાં આવી હતી

birmingham

ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમ સિટીમાં રહેતી રૉબિન મૉસ્ક્રૉપ તેના ડૉગ બ્રોનસનના મૃત્યુથી ખૂબ અપસેટ રહેવા માંડી હતી એટલે તેણે ડૉગની યાદમાં ડાબા હાથમાં એક કાયમી ટૅટૂ બનાવવાનું નક્કી કર્યું હતું. આ ટૅટૂ માટે ડૉગની રાખને ઇન્ક સાથે મિક્સ કરવામાં આવી હતી અને રૉબિનના ટૅટૂ-આર્ટિસ્ટ બૉયફ્રેન્ડ જ્યૉર્જ રિકેટ્સે આ ડૉગના પોર્ટ્રેટ પરથી એક ડિઝાઇન ક્રીએટ કરી હતી. રૉબિને કહ્યું કે ‘બ્રોનસનની રાખ મારા હાથ પર છે. એનો અર્થ એ છે કે એ હંમેશાં મારી સાથે રહેશે.’

offbeat news england birmingham