પ્રેગ્નન્સીના છેલ્લા દિવસો સુધી બેલી ડાન્સ કરતાં આ બહેન દંગ કરી દેશે

03 November, 2019 09:07 AM IST  |  મુંબઈ

પ્રેગ્નન્સીના છેલ્લા દિવસો સુધી બેલી ડાન્સ કરતાં આ બહેન દંગ કરી દેશે

જુઓ આ બેલી ડાન્સરને..

બેલી ડાન્સિંગનું જબરું પૅશન ધરાવતી લાસ વેગાસની બેલી ડાન્સર ઇન્સ્ટ્રક્ટર સારા લી પ્રેગ્નન્ટ થઈ એ પછી પણ તેનું બેલી ડાન્સિંગ બંધ ન થયું. તેણે બાળકીને જન્મ આપ્યો એ પહેલાં એટલે કે ગર્ભાવસ્થાના ૩૮મા અઠવાડિયામાં પણ બેલી ડાન્સ કરવાનું છોડ્યું નહોતું. તાજેતરમાં પૂર્ણ પ્રેગ્નન્સીવાળા ફૂલેલા પેટ સાથે મસ્ત મૂવ્સ કરતો વિડિયો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામના ‘ફિટ મૉમ્સ ઑફ ઇન્સ્ટાગ્રામ’ પેજ પર મૂક્યો છે. એમાં સારા ડાન્સ સ્ટુડિયોમાં તેના બેબીબમ્પને મ્યુઝિકના તાલ પર લયબદ્ધ રીતે નચાવતી જોવા મળે છે. પેટ જ્યારે તંગ રીતે ફૂલેલું હોય એવા સમયે પણ પેટ, હાથ અને પગની અંગડાઈઓવાળી લયબદ્ધ મૂવ્સ જોઈને ખરેખર દંગ રહી જવાય એવું છે. આ વિડિયોને ૩૬,૦૦૦ કરતાં વધુ વખત જોવાયો છે.

આ પણ જુઓઃ મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....

સારાનું કહેવું છે કે જ્યારે હું ડાન્સ કરતી હતી ત્યારે એવો અહેસાસ થઈ રહ્યો હતો જાણે મારું બેબી પણ મારી સાથે ડાન્સમાં જોડાઈ રહ્યું હતું અને તેને ઘણો જ આરામ અનુભવાઈ રહ્યો છે. હવે તો તે દીકરીને કાખમાં બાંધીને બેલી ડાન્સ કરતી હોય છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ડાન્સ-વિડિયોની લોકોએ ભરપેટ પ્રશંસા કરી છે.

offbeat news hatke news