ભેળને માયા સારાભાઈની ‘સોફિસ્ટીકેટેડ’ ભાષામાં શું કહેવાય?

21 September, 2020 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભેળને માયા સારાભાઈની ‘સોફિસ્ટીકેટેડ’ ભાષામાં શું કહેવાય?

ફાઈલ તસવીર

જો ફાઈવ સ્ટાર હૉટેલનો વેટર તમને માયા સારાભાઈની જેમ ભેળ પુરીનો મતલબ સમજાવા બેસે તો તમને મોનિશા જેવી જ ફિલિંગ આવશે

સારાભાઈ વર્સિસ સારાભાઈ (SaraBhai vs SaraBhai) સિરિયલ બધાએ જ જોઈ છે. આ સિરિયલમાં એક પણ એવું પાત્ર નથી જે બોરિંગ હોય. પણ જે રીતે માયા સારાભાઈ તેની વહુ મોનિશાને દરેક વાતને ‘સોફિસ્ટીકેટેડ’ રીતે સમજાવવાનો પ્રયત્ન કરતી હોય છે તે જોવાની મજા જ અલગ છે.

કોઈ પણ સરળ વસ્તુનો સોફિસ્ટીકેટેડ રીતે સમજાવવામાં ઘણી વાર વધુ ગૂંચવણ થતી હોય છે, જે હાલમાં જ હર્ષ ગોએન્કાને થઈ છે. તેમણે એક ટ્વીટ કર્યું જેમાં તેમણે કહ્યું કે, વેટર આવીને મને એક ડીશની વાત કરી. તેણે કહ્યું કે, ‘ક્રિસ્પી પફ્ડ રાઈસ ડ્રીઝલ્ડ વિથ એરોમેટિક સિલાન્ટ્રો એન્ડ શેફ્સ સિક્રેટ માઈક્રોગ્રીન્સ, બાથ્ડ ઈન લુશ્યસ ડેટ્સ એન્ડ રેર ચીલીઝ, સિઝન્ડ વિથ અ સોસ ઓફ સ્વીટ ટેમરિંડ ટોસ્ડ ઈન ફાઈન્લી ડાઈઝ્ડ પોટેટોઝ એન્ડ ક્રન્ચી રાઉન્ડ વેફર્સ?’ આ સામે મે કહ્યું, તમારે મતલબ છે ‘ભેળ પુરી’.

હવે આવી રીતે માયા સારાભાઈની જેમ વેટર તમને સમજાવશે તો તમે મોનિશા જેવુ જ ફિલ કરશો. ટ્વીટરમાં લોકોએ આ બાબતે ઘણી મજાક કરી હતી. એક યુઝરે કહ્યું કે, શું આ વેટર શશી થરૂરનો વિદ્યાર્થી હતો?

અન્ય એક યુઝરે લખ્યું કે, ખાવાની સાથે તેની અંગ્રેજી માટે પણ પેમેન્ટ કરવું પડશે. ઉપરાંત ઘણા યુઝર્સે અલગ અલગ વાનગી માટે આવા ભારે અંગ્રેજી શબ્દનો ઉપયોગ કર્યો હતો.

થોડા સમય પહેલા  ડલગોના કોફીનો ટ્રેન્ડ વધ્યો હતો, જેને સરળ ભાષામાં ફીણ વાળી કોફી (ફેંટી હુઇ-ખૂબ હલાવીને ફીણ કર્યું હોય તેવી) કહેવાય છે.

twitter national news offbeat news