11 August, 2025 08:54 AM IST | Junagadh | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ગુજરાતના જૂનાગઢમાં એક સિમેન્ટ ફૅક્ટરીના ગેટ પાસે રાતના અંધારામાં અચાનક એક સિંહ આવી પહોંચ્યો હતો. રાતના સન્નાટામાં ફૅક્ટરીનો ચોકીદાર એકીપાણી કરવા માટે આરામથી કમ્પાઉન્ડની બહાર જઈ રહ્યો હતો ત્યારે ગેટ પર પહોંચતાં જ તેને જમણી બાજુએથી સિંહ પણ એટલી જ શાંતિથી આવતો દેખાયો હતો. જોકે અચાનક જ સિંહ અને માણસનો આમનોસામનો થતાં બન્ને ડરી ગયા હતા અને બન્ને પીઠ ફેરવીને ત્યાંથી ભાગી નીકળ્યા હતા. જોકે થોડીક વાર પછી સિંહ ફરીથી ગેટથી થોડો દૂર પણ ફૅક્ટરી તરફ ચાલતો આવતો જોવા મળ્યો હતો.
સિંહને જોઈને માણસ ડરી જાય એ તો સમજાય, પણ માણસને જોઈને સિંહ પણ ડરી જાય? આખીયે ઘટના ફૅક્ટરીની બહાર લાગેલા CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી અને એ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.