મહિલાની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે કૂતરાનો લેવો પડ્યો જીવ, જાણો ઘટના

31 May, 2019 07:59 PM IST  |  વૉશિંગટન

મહિલાની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે કૂતરાનો લેવો પડ્યો જીવ, જાણો ઘટના

મહિલાની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે કૂતરાનો લેવાયો જીવ

અમેરિકાના વર્જીનિયા પ્રાંતમાં એક એવી ઘટના સામે આવી છે જ્યાં મૃત્યું, જીવન, જિદ અને ઇચ્છાઓનું એવું મિશ્રણ જોવા મળ્યું હતું કે જે ખરેખર ચોંકાવી દેનારું છે. અહીં વાત એક એવી મહિલાની છે કે તેની અંતિમ ઇચ્છા અંતિમ સમયે પુરી કરનાર કોઇ માણસ નહી પરંતુ એક પાલતુ કુતરો હતો. હા, તમે સાચુ જ વાચી રહ્યા છે. એક મહિલાએ એક એવી અંતિમ ઇચ્છા જણાવી જેને પૂરી કરવા માટે પાલતુ કુતરાએ પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું. મહિલા પાસે “એમા” નામનો કૂતરો હતો અને બન્ને સારી રીતે જીવન પસાર કરી રહ્યા હતા. પણ જ્યારે મહિલા જીવનના છેલ્લા શ્વાસ લઇ રહી હતી ત્યારે તેણે પોતાની અંતિમ ઇચ્છા જણાવી કે તેની સાથે તેના કુતરાને પણ દાટી દેવામાં આવે.

તમને જણાવી દઇએ કે આ મહિલા વર્જીનિયા દેશની હતી અને વર્જીનિયાનો કાયદો ઘણો જ અલગ હોય છે. મહત્વનું છે કે આ મહિલા અને કુતરો સાથે રહેતા હતા. આ પાલતુ કૂતરો એકદમ સ્વસ્થ હતો. વર્જીનિયાના સરકારી કાયદા પ્રમાણે પાલતુ કૂતરાને પ્રાઇવેટ પ્રૉપર્ટી ગણવામાં આવે છે. આ કારણે માલિક જે ઇચ્છે તે કૂતરા સાથે કરી શકે છે અને આ જ કારણે કાયદા મુજબ કૂતરાને દાટ્યા મારી નાખવામાં આવ્યો અને પછી તેની માલકિનની અંતિમ ઇચ્છા પૂરી કરવામાં આવી.

આ પણ વાંચો : ફિલિપીન્સમાં સ્ટુડન્ટ્સ 10 રોપા વાવશે તો જ તેમને મળશે ગ્રૅજ્યુએશનની ડિગ્રી

offbeat news washington