ફિલિપીન્સમાં સ્ટુડન્ટ્સ 10 રોપા વાવશે તો જ તેમને મળશે ગ્રૅજ્યુએશનની ડિગ્રી

Published: May 31, 2019, 09:44 IST | ફિલિપાઈન્સ

પર્યાવરણની બાબતમાં ફિલિપીન્સની હાલત બહુ જ ખરાબ છે. અહીં જંગલનું પ્રમાણ ૭૦ ટકાથી ઘટીને માત્ર ૨૦ ટકા જેટલું રહ્યું છે. હવે સરકાર ફરીથી દેશને હરિયાળો બનાવવા માટે કમર કસી રહી છે.

પર્યાવરણની બાબતમાં ફિલિપીન્સની હાલત બહુ જ ખરાબ છે. અહીં જંગલનું પ્રમાણ ૭૦ ટકાથી ઘટીને માત્ર ૨૦ ટકા જેટલું રહ્યું છે. હવે સરકાર ફરીથી દેશને હરિયાળો બનાવવા માટે કમર કસી રહી છે. નવી પેઢી પર્યાવરણ બાબતે જાગરૂક બને એ માટે સરકારે નવો કાયદો બનાવ્યો છે. હવે ગ્રૅજ્યુએશન પૂરું કરતી વખતે વિદ્યાર્થીઓએ ઓછાંમાં ઓછાં 10 વૃક્ષો વાવ્યાં હોય એને કમ્પલસરી કરી નાખ્યું છે. હાલની સ્થાનિક સરકારનું માનવું છે કે આ પ્રકારની નીતિને કારણે એક પેઢી દ્વારા લગભગ ૫૨૫ અબજ વૃક્ષો વાવવામાં આવશે. જેટલા રોપા વાવવામાં આવે છે એમાંથી માત્ર 10૦ ટકા જ જીવિત રહેતા હોય છે એટલે આગલી પેઢીને ૫૨.૫ કરોડ વૃક્ષો તો વારસામાં મળશે જ. દર વર્ષે અહીં પાંચ લાખ ગ્રૅજ્યુએટ્સ બહાર પડે છે.

આ પણ વાંચોઃ 4 કલાક અને 20 મિનિટ સુધી પ્લૅન્ક પોઝિશન જાળવીને બનાવ્યો રેકૉર્ડ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK