Viral Video:  વરરાજાએ ‘ચોલી કે પીછે કયા હે’ પર એવો ડાન્સ કર્યો કે થનાર સસરાએ લઈ લીધો આ નિર્ણય!

02 February, 2025 02:32 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Viral Video: વરરાજાના આ રીત ડાન્સ કરવાથી વહુના પિતાએ તાબડતોબ જ લગ્ન તોડી પાડવાનો આદેશ આપવાની સાથે જ  વહુ રીતસરની રડી પડી હતી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)

હવે તો લગ્ન સમારંભોમાં ડાન્સની વિધિ કોમન બની ગઈ છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં એક લગ્ન સમારંભ વિષે વાત ચર્ચાઇ (Viral Video) રહી છે, જેમાં વર ડાન્સ કરતો જોવા મળે છે. પણ આ વરને ડાન્સ કરવો જરા વધારે ભારે પડી ગયો, દિલ્હીની આ ઘટનામાં વરના ડાન્સ કરવાને કારણે સસરાને ગમ્યું નહોતું અને પછી જે થયું તે તમને આશ્ચર્યમામૂકી દેશે.

તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @xavierunclelite નામના હેન્ડલથી એક અંગ્રેજી અખબારની એક કટિંગ શેર કરવામાં આવી છે. આ સમાચારની હેડલાઈન છે - પોતાના સંબંધીઓ આગળ સારું લગાવવા માટે વરરાજાએ `ચોલી કે પીછે કયા હે` આ ગીત પર ડાન્સ કર્યો હતો. પણ તેના આ ડાન્સ કરવાને કારણે છોકરીના પિતાએ એટલકે કે થનાર સસરાને ગમ્યું નહોતું અને સસરાએ તો આ લગ્ન જ રદ કરી નાખ્યા હતા. એવી માહિતી મળી રહી છે કે વરરાજાનો ડાન્સ જોઈને દુલ્હનના પિતા ગુસ્સે થઈ ગયા અને લગ્ન ન કરવાનો હુકમ ફરમાવી દીધો હતો. 

વરરાજાનો ડાન્સ (Viral Video) જોઈને સસરા લગ્ન મંડપ માંથી બહાર આવી ગયા હતા. આ પાછળનું કારણ એ હતું કે સસરાને લાગ્યું હતું કે વરરાજાના આ રીત ડાન્સ કરવાથી તેમના કૌટુંબિક મૂલ્યોનું અપમાન થયું છે. પિતાએ તાબડતોબ જ લગ્ન તોડી પાડવાનો આદેશ આપવાની સાથે જ  વહુ રીતસરની રડી પડી હતી. આ સાથે જ વરરાજાએ સસરાને શાંત પાડવાની અને સમજાવવાની કોશિશ પણ કરી હતી. વરરાજા કહી કહી ને થકી ગયો કે પપ્પા આ તો જસ્ટ મજા ખાતર કર્યું હતું. પણ સસરા એકના બે ન થયા એ ન જ થયા. 

લગ્ન કેન્સલ તો કરી નાખ્યા પણ લગ્ન પછી પણ સસરાનો ગુસ્સો તો સાતમાં આસમાને જ હતો. તેમણે (Viral Video) એવું કહી દીધું કે હવે આ બે પરિવાર વચ્ચે કોઈ સંબંધ નથી. 

આ પોસ્ટ માટે અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, "સસરાએ સાચો નિર્ણય લીધો, નહીંતર તેમણે રોજ આ ડાન્સ જોવો પડ્યો હોત."

તો એક જણ તો એવું લખે છે કે, "આ કોઈ એરેન્જ્ડ મેરેજ નહોતા, આ એલિમિનેશન રાઉન્ડ હતો." 

તો કોઇની કમેન્ટ છે કે "જો તમે `ચોલી કે પીછે` રમશો તો હું મારા લગ્નમાં પણ ડાન્સ કરીશ."

Viral Video: ગયા વર્ષના જ એક કિસ્સાની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં એક વરરાજાએ ભોજન પીરસવામાં મોડું કર્યું હોવાને કારણે તેના લગ્ન રદ કર્યા હતા. પછી તેણે તેની પિતરાઈ બહેન સાથે લગ્ન કર્યા હતા.

offbeat news offbeat videos viral videos national news india delhi new delhi