બુલડોઝરના ડિગરથી આવો પણ સ્ટન્ટ થાય

02 July, 2022 08:22 AM IST  |  Kent | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડના કેન્ટમાં સ્ટ્રુડ ખાતે આવેલા ડિગરલૅન્ડ થીમ પાર્કના ચૅરમૅન હ્યુ એડેલેનુએ  કોમાત્સુ પીસી૧૪ ડિગરને જમીનથી લગભગ ૧૩ ફુટ ઊંચે હવામાં બે સમાંતર દોરડા પર લગભગ ૧૦૦ ફુટ જેટલા અંતર સુધી ચલાવ્યુ હતું

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

બ્રિટનમાં બાંધકામ થીમ આધારિત મનોરંજન પાર્કના ચૅરમૅને બે તંગ દોરડા પર લગભગ બે ટન વજનના ડિગર (ખોદકામ કરવાના સાધન)ને લગભગ ૧૦૦ ફીટ જેટલું ચલાવ્યું હતું.

ઇંગ્લૅન્ડના કેન્ટમાં સ્ટ્રુડ ખાતે આવેલા ડિગરલૅન્ડ થીમ પાર્કના ચૅરમૅન હ્યુ એડેલેનુએ  કોમાત્સુ પીસી૧૪ ડિગરને જમીનથી લગભગ ૧૩ ફુટ ઊંચે હવામાં બે સમાંતર દોરડા પર લગભગ ૧૦૦ ફુટ જેટલા અંતર સુધી ચલાવ્યુ હતું. ​તેમણે કહ્યું હતું કે ડિગરને દોરડા પર બૅલૅન્સ કરવાનો સ્ટન્ટ અનેક લોકોએ કર્યો હશે, પરંતુ જમીનથી ચોક્કસ ઊંચાઈએ ડિગરનું બૅલૅન્સ કરવું એ એક પડકાર હતો. તેમણે કહ્યું કે શરૂઆતમાં મેં એને ઉચ્ચ સ્તરે અન્ય ધાતુ પર પ્રૅક્ટિસ કરી હતી, પરંતુ એ ધાતુનો નક્કર ટુકડો હોવાથી દોરડા પર ખસતો નહોતો, જેના પરિણામે આ સ્ટન્ટ કરતી વખતે પણ શરૂઆતમાં થોડો નર્વસ થઈ ગયો હતો.  

તેમણે કહ્યું કે હું નર્વસ હતો, જેમ ઝૂલામાં થાય છે એ રીતે અમુક ઊંચાઈએ પહોંચ્યા પછી જો એ નીચેની તરફ ઝૂકશે તો સમસ્યા સર્જાશે, પરંતુ હું તમામ પાસાનો અભ્યાસ કરીને ગયો હોવાથી સ્ટન્ટ યોગ્ય રીતે થઈ શક્યો હતો. 

offbeat news international news england