ચલ મેરે ઘોડે ટિક ટિક ટિક હવે ગંભીરતાથી રમાતી ગેમ છે

26 April, 2024 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રશિયામાં હૉબી હૉર્સિંગ માટે અલાયદું ફેડરેશન પણ છે, જે આ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરે છે. આ રમત માટેના નિયમો પણ બનાવવામાં આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

બાળકો બે પગ વચ્ચે દાદાજીની લાકડી કે રમકડાનો ઘોડો રાખીને ચલ મેરે ઘોડે ટિક ટિક ટિક રમતાં હોય છે, પણ રશિયનોએ આ રમતને ગંભીરતાથી લઈને એની સ્પર્ધાઓ યોજવાનું શરૂ કર્યું છે. તસવીરો સેન્ટ પિટ્સબર્ગની છે જ્યાં હાલમાં જ હૉબી હૉર્સિંગ કૉમ્પિટિશન યોજાઈ હતી, જેમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણતાં બાળકોથી લઈને ટીનેજર્સ સુધીનાં બાળકો રમકડાના ઘોડાને લઈને રેસ યોજે છે. આ રેસમાં બાળકોએ અવરોધો પણ પાર કરવાના હોય છે. રશિયામાં હૉબી હૉર્સિંગ માટે અલાયદું ફેડરેશન પણ છે, જે આ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરે છે. આ રમત માટેના નિયમો પણ બનાવવામાં આવ્યા છે. રશિયન બાળકોમાં આ રમત ઝડપથી લોકપ્રિય થઈ રહી છે.

offbeat videos offbeat news social media viral videos