આ કાંગારૂને વાઇટ બેબી કેમ છે?

23 April, 2024 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દર દસ હજારે એક કાંગારૂ માતાને અલ્બીનો બેબી જન્મે છે. છેલ્લે ૨૦૧૧માં અલ્બીનો કાંગારૂનો જન્મ થયો હતો.

અલ્બીનો બેબીની તસવીર

જેને કારણે આખા શરીરની ચામડી સફેદ રંગની થઈ જાય છે એ અલ્બીનો નામની ખામી મોટા ભાગે માણસોમાં જોવા મળતી હોય છે, પરંતુ પ્રાણીઓમાં પણ ક્યારેક આવી ખામી જોવા મળે છે. જર્મનીના માર્લો બર્ડ પાર્કમાં હાલમાં એક કાંગારૂએ અલ્બીનો બેબીને જન્મ આપ્યો હતો. આ ખામીને કારણે આંખો નબળી હોય છે. કાંગારૂ બેબીની આંખો નબળી હોવાથી એની માતા એનું ખાસ ધ્યાન રાખે છે. દર દસ હજારે એક કાંગારૂ માતાને અલ્બીનો બેબી જન્મે છે. છેલ્લે ૨૦૧૧માં અલ્બીનો કાંગારૂનો જન્મ થયો હતો.

offbeat videos offbeat news social media wildlife