લંડનમાં આર્મીના તબેલામાંથી ઘોડા છૂટી જતાં ધમાચકડી મચી ગઈ

25 April, 2024 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારે જહેમત બાદ પાંચેપાંચ ઘોડાને પકડીને પાછા તબેલામાં લઈ જવાયા હતા.

ઘોડાઓની તસવીર

‘ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં’ એ જાણીતી કહેવત છે, પણ લંડનમાં બુધવારે ખરેખર ઘોડા છૂટીને રસ્તા પર દોડવા માંડતાં ધમાલ મચી ગઈ હતી. બ્રિટિશ આર્મીના ઘોડાને પરેડની ટ્રેઇનિંગ માટે વેસ્ટમિન્સ્ટરના પરેડ ગ્રાઉન્ડ પર લઈ જવાઈ રહ્યા હતા ત્યારે એમાંના પાંચ ઘોડા નાસી ગયા હતા. જોકે બે ઘોડા ઈજાને કારણે લોહીલુહાણ થઈ ગયા હોવા છતાં લંડનની શેરીઓમાં દોડતા હતા. સવારે સવાઆઠ વાગ્યાની ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવતાં નાસી છૂટેલા ઘોડાને પકડવા માટે ભાગદોડ મચી ગઈ હતી. ભારે જહેમત બાદ પાંચેપાંચ ઘોડાને પકડીને પાછા તબેલામાં લઈ જવાયા હતા.

offbeat videos offbeat news social media viral videos london