`નિરાશ ફેન` વાળું આ મીમ યાદ છે? તેને હોંગકોંગ મીમ મ્યુઝિયમમાં મળ્યુ સ્થાન

03 August, 2021 05:30 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

સૌથી પ્રખ્યાત મીમ્સમાંનું એક મીમ એટલે ` નિરાશ ફેન ` છે, જે હવે હોંગકોંગ મીમ મ્યુઝિયમનો એક ભાગ બન્યું છે.

નિરાશ ફેન વાળુ મીમ

21 મી સદીના સૌથી પ્રખ્યાત મીમ્સમાંનું એક મીમ એટલે ` નિરાશ ફેન ` છે, જે હવે હોંગકોંગ મીમ મ્યુઝિયમનો એક ભાગ બન્યું છે. સરીમ અખ્તર, જે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચાહક છે. તેમનું મીમ ઓનલાઈન પ્લેટફોર્મ 9GAG દ્વારા ખોલવામાં આવેલા મીમ મ્યુઝિયમમાં મુકવામાં આવ્યું છે.  આ સમાચાર ખુદ મીમ મેન અખ્તરે પોતાના ટ્વિટ પર શેર કર્યા હતા. 

અખ્તરે વિશ્વના પ્રથમ મીમ મ્યુઝિયમનો એક વીડિયો શેર કર્યોહતો. તેમણે કહ્યું કે આ વીડિયો તેમની બહેનને મળ્યો હતો. તેની બહેન જ્યારે યુ ટ્યુબ પર સ્ક્રોલ કરી રહી હતી ત્યારે તેમને આ વીડિયો દેખાયો હતો.

 આ ઉપરાંત અખ્તરે અન્ય એક ટ્વિટમાં વિડીયોમાંથી એક સ્ક્રીનશોટ લઈ શેર કર્યો છે, જેમાં તેના `નિરાશ ફેન` મીમને મ્યુઝિયમમાં દર્શાવતા જોઈ શકાય છે.

`નિરાશ ફેન` શીર્ષકવાળી તસવીરમાં અખ્તરનું પૂરું નામ મોહમ્મદ સરીમ અખ્તર પણ લખેલું છે. સાથે જ લખેલું છે કે આ ફોટોમાં નિરાશ ક્રિકેટ ચાહક છે.

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ક્રિકેટ વર્લ્ડ કપ 2019 મેચ દરમિયાન અખ્તરનો ફોટોગ્રાફ ક્લિક કરવામાં આવ્યો હતો જ્યારે ભૂતપૂર્વ ટીમે એક કેચ કરવામાં નિષ્ફળ રહી હતી.

આ અંગે ઘણા ટ્વિટર યુર્ઝસ પણ કોમેન્ટ કરી રહ્યાં છે અને આ મીમને મ્યુઝિયમાં સ્થાન મળવા બદલ તેમને અભિનંદન પાઠવી રહ્યાં છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે `અમેઝિંગ`, જ્યારે બીજાએ અન્યએ કહ્યું કે મીમર્સની દુનિયા અખ્તર વગર અધૂરી છે.

મીમ વાયરલ થયાને બે વર્ષ થઈ ગયા હોવા છતાં અખ્તર હજી પણ લોકપ્રિય છે. એક મહિના પહેલા ICC એ મેચની વર્ષગાંઠ પર એક ટ્વીટ શેર કર્યું હતું અને ઇવેન્ટમાંથી અખ્તરનો વીડિયો પોસ્ટ કર્યો હતો.

`નિરાશ ફેન` મીમને શેર કરતા સમરસેટ ક્રિકેટે જણાવ્યું હતું કે તમામ સમયના મહાન ઇન્ટરનેટ મીમ્સમાંથી એકનો જન્મ મેચના દિવસે ટુર્નામેન્ટમાં થયો હતો.

offbeat news honkong twitter